________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવતી, હવે જો આપ અનુમતિ આપો તો અમે અહીંથી અમારા વતન તરફ પ્રયાણ કરીએ.’
‘વન્ટે, તમારે એક દિવસે જવાનું જ છે, હું જાણું છું. તમે બંને પરદેશી છે. પરદેશીની પ્રીત કાયમ ના ટકે. પરદેશીના સંયોગ કાયમ ના ટકે... તમે આનંદથી પ્રયાણ કરી શકશો.”
વિલાસવતીના માથે હાથ મૂકીને, તેમણે અનુમતિ આપી. વિલાસવતી તેમના ઉત્કંગમાં માથું મૂકીને, બેસી રહી. તપસ્વિની તેના બરડા પર હાથ પસરાવતાં રહ્યાં. હું કુટિરમાં પ્રવેશ્યો કે તેઓએ મને કહ્યું: ‘કુમાર, ભગવાન કુલપતિનાં દર્શન કરીને, તેઓના આશીર્વાદ લઈને, અહીંથી પ્રયાણ કરજો. તમે ક્યારે પ્રયાણ કરવા ઇચ્છો છો, એ મને કહો, એટલે સર્વે આશ્રમવાસીઓને જાણ કરી શકાય. જોકે આ વાત જાણીને, સહુનાં હૃદયમાં દુઃખ થવાનું છે... પરંતુ એ અનિવાર્ય છે. તમે બંનેએ તમારા ગુણોથી સહુનાં હૃદય જીતી લીધાં છે. સહુનાં હૃદયમાં તમે વસી ગયાં છો...”
ભગવતી, તમે અમારા હૃદયના સિંહાસન પર એવા પ્રતિષ્ઠિત થઈ ગયાં છો... કે જીવનપર્યત તમારી સ્મૃતિ આવ્યા જ કરશે. અને જો ભવિષ્યમાં એવો સંયોગ મળી જશે... તો પુનઃ અહીં આવીને આપનાં દર્શન કરીશ.'
કુમાર, મનુષ્યના જીવન ચંચળ છે. જ્યારે જીવન-દીપ બુઝાઈ જાય...” ઉગ્ર તપશ્ચર્યા કરીને, તપસ્વિનીએ પોતાનો દેહ અત્યંત કૃશ કરી દીધો હતો. શરીરનાં માંસ અને લોહી સુકાઈ ગયાં હતાં. દઢ મનોબળથી અને આયુષ્યકર્મથી જ તેઓ જીવી રહ્યાં હતાં. મેં કહ્યું:
આપની આ પુત્રીને ફરીથી દર્શન તો આપવાં પડશે ને? હજુ આપનો તપસ્વી દેહ દીર્ધકાળ પર્યત જીવંત રહો.”
તેઓ આસન પરથી ઊભા થયા. વિલાસવતીનો હાથ પકડીને તેઓ કુટિરમાંથી બહાર નીકળ્યાં. હું પણ એમની પાછળ ચાલ્યો.
0 ૦ 0. આશ્રમમાં સહુને જાણ થઈ ગઈ કે વિલાસવતી અને સનકુમાર, બીજા દિવસે સવારે-પ્રયાણ કરી જવાનાં છે. આશ્રમવાસી તાપસકમારો, તાપસકન્યાઓ, તપસ્વિનીઓ વગેરે સહુ અમને બંનેને મળવા માટે આવવા લાગ્યાં. આશ્રમમાં “અતિથિ-સત્કાર” નું ધર્મકર્તવ્ય બહુ જ સારી રીતે પળાતું હતું. સહુ અમને આશીર્વાદ આપતાં હતાં. શુભ કામનાઓ વ્યક્ત કરતા હતા. ફરીથી આશ્રમમાં આવવા આમંત્રણ આપતાં હતાં.
તાપસકન્યાઓએ વિલાસવતીને ઘેરી લીધી. એને જાતજાતની શિખામણો આપવા લાગી, કોઈ એના ભાગ્યની પ્રશંસા કરવા લાગી. કોઈ કન્યા એને આશ્રમમાં જ રહી જવાનો આગ્રહ કરવા લાગી. એવું આત્મીયતાભર્યું વાતાવરણ સર્જાઈ ગયું હતું કે... મારી આંખો પણ ભીની થઈ ગઈ. ક્ષણભર મને લાગ્યું કે વિલાસવતીને અહીંથી લઈ
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only