________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર છવાઈ ગયો છે... એ જીવે છે અને મળશે, એ વાત ઘણી મોટી છે. સમુદ્રમાં વહાણ તૂટી ગયા પછી, એને પણ કોઈ પાટિયું મળી ગયું હશે... એ બીજા કોઈ કિનારે પહોંચી ગયો હશે.
એને કલ્પના પણ નહીં હોય કે તું અહીં મને મળી ગઈ છે... એ પણ આકસ્મિક રીતે. એ જો અહીં હોત તો એના હર્ષની કોઈ સીમા ન રહેત... પરંતુ અત્યારે તો એ મારાં નિમિત્તે અનેક કષ્ટ સહન કરતો હશે... નહીંતર એને પરદેશ આવવાનું કોઈ પ્રયોજન હતું જ નહીં. મારા પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી, તે મારી સાથે ઘર અને સ્નેહી-સ્વજનોને છોડીને, ચાલી નીકળ્યો હતો.'
અમે ઊભા થયાં અને પર્વત પર ચઢવા લાગ્યાં. રસ્તો તો હતો નહીં. પથ્થરો પર પગ ગોઠવી ગોઠવીને ચઢવા લાગ્યાં. વિલાસવતીએ એક હાથ મારા ખભે મૂક્યો હતો અને મેં એક હાથે તેને કમરથી પકડી હતી... છતાં ક્યારેક એનો પગ લપસી જતો હતો. થોડી ઊંચાઈ પર પહોંચ્યા પછી, અમે એક કોતરમાં ઊતરી પડ્યાં. કોતરમાં ઊતરવાનો માર્ગ સરળ હતો. બંને બાજુ પહાડની ઊંચી ઊંચી કોતરો હતી. માર્ગમાં પાણીનાં ઝરણાં વહેતાં હતાં. ઝરણાંના કિનારે સુંદર, સુગંધી અને મોટાં મોટાં પુષ્પો ખીલેલા હતાં... પર્વતની એ ઘાટીમાં, અપૂર્વ શોભા વેરાયેલી હતી.
‘નાથ, અહીંથી આ પુષ્પો ચૂંટી લઈએ તો કેમ?’
‘ના, અહીંથી લઈ જવા ન ફાવે. પર્વત ઊતરતાં પુષ્પોની છાબડી સચવાય નહીં.’ તેને મારી વાત સમજાઈ ગઈ. છતાં એને ગમતાં દસ-બાર પુષ્પ ચૂંટીને, એની કેશ જટામાં લગાડવા, મારા હાથમાં આપ્યાં, મેં એક એક પુષ્પ એના મસ્તક પ૨ ૨હેલી જટામાં લગાડી દીધાં. એ ખૂબ શોભવા લાગી.
એક ઘટિકાપર્યંત ત્યાં ભ્રમણ કરીને, અમે ઘાટીની ઉપર આવ્યાં, અને ધીરે ધીરે, સાચવીને નીચે ઊતરવા લાગ્યાં. નીચે ઊતરીને, એ જ નદીકિનારે ચાલતાં ચાલતાં ઉપવનમાં પહોંચી ગયાં. હું કદીવૃક્ષોની ઘટામાં જઈને બેઠો, વિલાસવતીએ પહેલાં કાષ્ઠ ભેગાં કર્યાં પછી પુષ્પ ચૂંટવા લાગી. એટલું બધું આહ્લાદક વાતાવરણ હતું કે... મને ક્યારે ઊંઘ આવી ગઈ... તેની ખબર જ ના પડી...
જ્યારે મારી આંખો ખૂલી ત્યારે વિલાસવતી કોઈ મધુર ગીત ગણગણતી, પુષ્પો ચૂંટી રહી હતી... મેં એને કહ્યું :
‘વિલાસ, ઘણાં પુષ્પ ચૂંટી લીધાં, ચાલો હવે આશ્રમમાં જઈએ.’ ‘સ્વામીનાથ, થોડાં વધારે ફૂલો આજે ચૂંટી લઉં. મને મજા આવે છે...' ‘પરંતુ હવે મધ્યાહ્નવેળા થશે. આશ્રમમાં પહોંચતા મોડું થઈ જશે...' મારી વાત જાણે સાંભળી જ ના હોય, એમ એ ફૂલો ચૂંટતી જ રહી. એ એનામાં મસ્ત હતી... ત્યાં મને મારું ‘નયનમોહન' વસ્ત્ર યાદ આવ્યું. વસ્ત્ર મારી પાસે જ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
પ