________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેઓએ પોતાના બંને હાથ પહેલા વિલાસવતીના મસ્તકે મૂક્યા અને પછી મારા માથે મૂક્યા. હવનકુંડમાંથી ભસ્મ લઈ, અમારાં બંનેના લલાટે તિલક કર્યાં... અને બોલ્યા : ‘તમારું કલ્યાણ થાઓ...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તમારું મંગલ થાઓ.’
તેઓ ઊભા થઈ પોતાની કુટિરમાં ગયા.
આશ્રમવાસીઓ પોત-પોતાના સ્થાને ગયા.
અમે બે, તપસ્વિની ભગવતીની સાથે કુલપતિની કુટિરમાં ગયા. કુલપતિ પોતાના આસન પર બેઠા હતા. અમે થોડે દૂર નીચે જમીન પર બેઠાં. કુલપતિએ મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમી ગયું. હું પ્રસન્ન થઈ ગયો. તેઓએ તપસ્વિની સામે જોઈને કહ્યું? ‘તપસ્વિની, તેં આ બે અતિથિઓનાં અગ્નિની સાક્ષીએ લગ્ન કરી દીધાં, તે મેં જાણ્યું હતું. તેમની નિયતિ આ છે! સંસારનાં સુખો એમને ભોગવવાં પડશે.' ‘ભગવંત, એક પ્રશ્ન પૂછું?'
‘હું જાણું છું કુમાર, તારે શું જાણવું છે? તારો મિત્ર વસુભૂતિ જીવે છે કે કેમ? અને તને મળશે કે કેમ? આ જ પૂછવું છે ને?’
મારી આંખો હર્ષના આંસુથી ભરાઈ ગઈ. મેં કહ્યું : ‘હા, ભગવંત, મારે એ જ પૂછવું હતું!'
‘કુમાર, તારો એ મિત્ર જીવે છે... અને સંકટના સમયમાં એ તને મળશે.' મેં બે હાથ જોડી, મસ્તક નમાવી કુલપતિનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા... અને વિનયપૂર્વક ઊભા થઈ, અમે કુટિરની બહાર નીકળી ગયાં.
અમે દુગ્ધપાન કરીને, પુષ્પકાષ્ઠાદિ લાવવા માટે ઉપવન તરફ ઊપડી ગયા. વિલાસવતી ખૂબ પ્રફુલ્લિત હતી. અમે ઝડપથી ચાલી રહ્યાં હતાં કારણ કે આજે અમારે પર્વતનાં કોતરોમાં ભમવું હતું.
અમે ગિરિનદીના તટ ઉપર પહોંચ્યાં અને ત્યાંથી કિનારે કિનારે પર્વત તરફ ચાલવા માંડયું. કિનારાની રેતી રેશમ જેવી સુંવાળી હતી. અમે ધીરે ધીરે ચાલતાં હતાં. અમારા બે સિવાય એ પ્રદેશમાં એક માણસ પણ દેખાતો ન હતો. સાવ નિર્જન પ્રદેશ હતો.
૭૫૪
અમે પહાડની તળેટીમાં પહોંચ્યાં. નદીનું પાણી થોડું થોડું આસપાસના ખાડાઓમાં ભરાયેલું હતું. અમે એક વૃક્ષની છાયામાં, પથ્થરની શિલા પર બેઠાં. હું આશ્રમમાંથી નીકળ્યો હતો ત્યારથી વસુભૂતિના વિચારોમાં ખોવાયેલો હતો. વિલાસવતી સાથે એક ક્ષણ પણ મેં વાત કરી ન હતી. મેં એની સામે જોયું. એ મારી સામે જોઈ જ રહી હતી.
‘શું મિત્ર વસુભૂતિનાં વિચારોમાં ખોવાયા છો?' એણે અનુમાન કરીને પૂછ્યું. ‘સાચી વાત છે. આજે સવારે કુલપતિએ કહ્યું, ત્યારથી મારા મન પર મારો એ
ભાગ-૨ * ભવ પાંચમો
For Private And Personal Use Only