________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કુમારી, ધીરજ રાખો... બધું સારું થશે...'
શું સારું થશે? મારો સર્વનાશ થઈ ગયો...” વિલાસવતીએ આત્મહત્યા કરવાનો મનોમન નિર્ણય કરી લીધો. અનંગસુંદરી એના ઘરે ગઈ. વિલાસવતીએ મધ્યરાત્રિનો સમય પસંદ કર્યો. રાજપરિવાર નિદ્રાધીન હતો. રાજમહેલમાંથી બહાર નીકળવાનો ગુપ્તમાર્ગ વિલાસવતી જાણતી હતી. એ માર્ગ પર કોઈ ચોકી ન હતી. વિલાસવતી નીકળી ગઈ એ માર્ગેથી. એક પછી એક ગલી વટાવતી એ આગળ વધી રહી હતી, ત્યાં એક અંધારી ગલીમાં એ ડાકુઓના હાથમાં સપડાઈ ગઈ.
ડાકુઓએ કહ્યું : “તારા બધા અલંકારો ઉતારી આપ.' વિલાસવતીએ અલંકારો ઉતારી આપ્યા. અને કહ્યું : “બસ? હવે મને મારા રસ્તે જવા દો.”
ડાકુ-સરદારે કહ્યું : “તને છોડી દેવા નથી પકડી. તારે અમારી સાથે ચાલવાનું છે. સીધી રીતે ચાલ, નહીંતર અમારે તને ઉપાડી જવી પડશે..”
વિલાસવતીએ કહ્યું : “ભલે હું તમારી સાથે આવું છું, પરંતુ જો તમે મારા શીલનો ભંગ કરવાનો પ્રયત્ન કરશો તો જીભ કચડીને આત્મહત્યા કરીશ.'
ડાકુઓએ પરસ્પર વિચારણા કરી. તેઓ સમુદ્રકિનારા પર આવ્યા. હજુ રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો હતો. સમુદ્રકિનારા પર દેશ-વિદેશનાં અનેક જહાજ પડેલાં હતાં. ડાકુના સરદારે બર્બરકૂળ તરફ જનારા જહાજના માલિક અચલ સાર્થવાહનો સંપર્ક કરી, વિલાસવતીને બતાવી.
સાર્થવાહ, જોઈએ છે આ રૂપસુદંરી?' મૂલ્ય બોલો!' અચલને વિલાસવતી ગમી ગઈ. એક લાખ સોનામહોરો!” લઈ જાઓ સોનામહોરો અને આપી જાઓ આ રૂપસુંદરી!' વિલાસવતીનો સોદો થઈ ગયો. ડાકુ-સરદાર એક લાખ સોનામહોરો લઈને ચાલ્યો ગયો. અચલે વિલાસવતીને વહાણમાં પોતાના જ ખંડમાં રાખી.
અચલ વિલાસવતીના રૂપ પર મુગ્ધ થઈ ગયો હતો. તેણે વિલાસવતીનાં મૂલ્યવાન વસ્ત્રો જોઈને અનુમાન કર્યું કે “આ કોઈ મોટા ઘરની કન્યા છે. માટે એની પ્રભાતમાં તપાસ થશે... માટે વહેલામાં વહેલી તકે અહીંથી વહાણ હંકારી દેવું જોઈએ.' એણે વહેલી સવારે વહાણને સમુદ્રમાં તરતું મૂકી દીધું.
939
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only