________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિલાસવતી પોતાના ભાગ્યનો દોષ જોતી, કરુણ રુદન કરવા લાગી. તેણે વિચાર્યું : ભલે, મેતવનમાં જઈને પ્રાણત્યાગ ના કરી શકી, હવે સમુદ્રમાં કૂદી પડીને પ્રાણત્યાગ કરીશ.”
જ્યારે અચલે એને પૂછ્યું : “સુંદરી, તારું નામ શું છે અને તે કોની પુત્રી છે?” વિલાસવતી મૌન રહી.
તું ચિંતા ના કરીશ. હું તને મારી પત્ની બનાવશ! મારી પાસે કરોડો સોનામહોરો છે. તને સુખી કરીશ.” વિલાસવતીએ આગ ઝરતી આંખે અચલ સામે જોઈને કહ્યું :
મારાથી દૂર રહેજે. લગ્ન કરવાની વાત તો દૂર છે... મને જો તેં સ્પર્શ પણ કર્યો તો તારું આ વહાણ સમુદ્રમાં ડૂબી જશે.'
અચલ ગભરાયો. તેણે પોતાના મનને કાબૂમાં રાખીને નક્કી કર્યું : “બર્બરકૂળ પહોંચ્યા પછી જ આને વશ કરીશ!'
પરંતુ એ વહાણ બર્બરકૂળ ના પહોંચ્યું.
સમુદ્રમાં ભયંકર તોફાન ઊઠ્યું. વહાણ ભાંગ્યું... અને વહાણે જળસમાધિ લીધી. વિલાસવતીને ભાંગેલા વહાણનું પાટિયું મળી ગયું... ને તે કિનારે પહોંચી... તે પછીની વિગત તું જાણે છે...”
કુલપતિએ મને કન્યાનો ભૂતકાળ બતાવ્યો. પછી તેઓએ સ્વયં એનો ભવિષ્યકાળ બતાવતાં કહ્યું : “આ કન્યા એના માનેલા પતિને મળશે. એની સાથે વૈષયિક સુખો ભોગવશે. ત્યાર પછી ધર્મપુરુષાર્થ કરશે. અને મનુષ્યજીવન સફળ કરશે! મેં કુલપતિને પૂછયું : “શું એનો માનેલો પતિ જીવે છે?
હા, જીવે છે!” “તો તો ઘણું સારું!”
મેં કુલપતિને વંદના કરી, મારી કુટિરમાં આવીને નિદ્રાધીન બની. રાજકન્યા તો ક્યારનીય નિદ્રાધીન થઈ ગઈ હતી.
૦ ૦ ૦ બીજા દિવસે સવારે ઊઠીને નિત્યકર્મથી પરવારીને, મેં રાજકન્યાને જગાડી. જાગીને તેણે મને પ્રણામ કર્યા. મેં એના માથે હાથ મૂકીને કહ્યું : “હે રાજપુત્રી, ઉપકારી કુલપતિ પાસેથી મેં તારો પૂર્વવૃત્તાંત બધો જ જાણ્યો છે. તું ચિંતા છોડી દે. ધીરજ ધારણ કર. જ્ઞાની પુરુષો સંસારને અસાર કહે છે. તે સંપૂર્ણ સાચું છે. તેં તારા નાના જીવનમાં અસારતા અનુભવી છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૭૭
For Private And Personal Use Only