________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણે કહ્યું : ‘હે વીર પુરુષ, ઇચ્છિતની પ્રાપ્તિ થવાથી, મને લાભ જ થયો છે... આમાં તમારો અપરાધ ક્યાં થયો? તમે અપરાધ નથી કર્યો, ઉપકાર કર્યો છે.'
કાલસેને વિચાર્યું : ‘હજુ આ સાર્થવાહે મને ઓળખ્યો નથી, માટે આ પ્રમાણે બોલે છે... માટે એને હું મારી ઓળખાણ આપું.’
કાલસેને પૂછ્યું : ‘હે સાર્થવાહ, તેં કયા ઈચ્છિતની પ્રાપ્તિ કરી?'
ધરણે કહ્યું : ‘મહાપુરુષ, અહીં જે હિંસા થવાની હતી, તે બંધ રહી... એ જ મારું ઈચ્છિત હતું.’
કાલસેને પૂછ્યું : ‘હે સાર્થવાહ, તું આ પુરુષના બદલે કેમ મરવા તૈયાર થઈ ગયો? જીવન પ્રત્યે આટલો બધો કંટાળો આવી જવાનું કોઈ કારણ?'
ધરણે કહ્યું : ‘મહાપુરુષ, એ કથા લાંબી છે, એ વાત જવા દે, અત્યારે તું તારું ઈચ્છિત પૂર્ણ કર.'
કાલસેન, ધરણની મહાનુભાવતા પર ઓવારી ગયો. મંદિરમાં ઊભેલા ભીલપુરુષો અને બલિ માટે પકડી લાવેલા પુરુષો, આ બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. ભીલો આશ્ચર્યચકિત હતા, બલિ માટેના પુરુષોને મુક્ત થવાની આશા જાગી હતી.
કાલસેને ધરણને કહ્યું : ‘કે ઉપકારી મહાપુરુષ, યાદ આવે છે તમને, પેલી પલ્લીમાં તમે આવીને, ઔષધપ્રયોગ કરીને, મને જીવાડ્યો હતો? સિંહે મારું માથું ફાડી નાંખ્યું હતું... અને હું અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો હતો? મારી પાછળ મારી ગર્ભવતી પત્ની પણ અગ્નિપ્રવેશ કરવા તૈયાર થઈ હતી, તમે અમને ત્રણેને જીવનદાન આપ્યું હતું. એ ઉપકારનાં બદલામાં મેં તમારા પર કેવો મોટો અપકાર કર્યો? તમને સાર્થથી વિખૂટા કર્યા... એટલું જ નહીં, તમને આવી બંધકની સ્થિતિમાં મૂકી દીધાં...' કાલસેન રડી પડ્યો.
ધરણને એ બધી ઘટના યાદ આવી. તેણે નમ્રતાથી કહ્યું :
‘અરે પલ્લીપતિ, તમને જિવાડનાર હું વળી કોણ? તમે તમારા પુણ્યથી જ જીવ્યા છો, હું તો માત્ર નિમિત્ત બન્યો હતો... ખેર, એ બધી વાતો પછી કરીશું... પરંતુ આ બધું શું કરવા માંડયું છે? શા માટે આ બિલ ચઢાવવાના છે?’
કાલસેન શરમાઈ ગયો.
યુવાન કુરંગકે કહ્યું : ‘હે મહાપુરુષ, આ જે કંઈ અહીં બની રહ્યું છે તેમાં નિમિત્ત
આપ જ છો.'
ધરણને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું : ‘એ કેવી રીતે?'
‘મહાપુરુષ, આપનો સાથે અમારી પલ્લીના જ સુભટોએ લૂંટ્યો હતો, જ્યારે તેઓ લૂંટનો માલ લઈને અને સાથેના પુરુષોને બંધક બનાવીને, પલ્લીમાં આવ્યા ત્યારે પલ્લીપતિએ પૂછ્યું કે ‘તમે જે સાર્થ લૂંટ્યો, તે સાર્થ કોનો હતો?' અમારા
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only