________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુભટો તો આપને ઓળખતા ન હતા, પરંતુ બંધક પુરુષોએ કહ્યું કે “સાર્થવાહ ધરણનો આ સાર્થ હતો.” વળી, જ્યારે આપ પલ્લીમાં આવેલા ત્યારે આપની સાથે આવેલા એક બંધકયુવકને પલ્લીપતિ ઓળખી ગયા. પલ્લીપતિને ખૂબ જ દુઃખ થયું. તેમણે લૂંટનો માલ-સામાન એક બાજુ સુરક્ષિત મુકાવી દીધો, બંધકોને મુક્ત કરી દીધા, અને આપને શોધવા માટે ચારે બાજુ માણસોને મોકલી દીધા. પોતે પણ પલ્લીપતિ, આપને શોધવા ગયા. આપ ના મળ્યા. બધા નિરાશ થઈને પાછા આવ્યા.
પલ્લીપતિએ સહુને કહ્યું : “હું ફરીથી એ ઉપકારી સાર્થવાહને શોધવા જાઉં છું.... પાંચ દિવસમાં જો તે નહીં મળે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને જો મળી જશે તો દેવીને દસ પુરુષોનો બલિ ચઢાવીશ.. આપ તો ન મળ્યા, પરંતુ “દેવીને બલિ ચઢાવીને પછી અગ્નિપ્રવેશ કરીશ.” આ પ્રમાણે ઘોષણા કરી... દસ પુરુષોને પકડી મંગાવ્યા. તે પછીની વાત આપ જાણો છો...”
હે પલ્લીપતિ, પહેલા તો આ નવ પુરુષોને મુક્ત કરી દો. એમનું જે કંઈ તમારા માણસો પાસે હોય તે, તેઓને આપીને વિદાય કરો.. પછી બીજી વાત આપણે કરીએ.”
હે મહાપુરુષ, આપની આજ્ઞા શિરોધાર્ય છે.”
નવે પુરુષોને મુક્ત કર્યા. તેમનો ધનમાલ તેમને પાછો આપવામાં આવ્યો. તેમનું સન્માન કરી વિદાય આપી.
ધરણને, પલ્લી પતિનો પોતાના પ્રત્યેનો દઢ અનુરાગ જાણીને, અપાર હર્ષ થયો. ખરેખર, આના વ્યવસાય કરતાં, એના ભાવ કેટલા જુદા છે! કેવો અદ્દભુત છે એનો કૃતજ્ઞતા ગુણ! ઉપકારીનાં ઉપકારોને નહીં ભૂલવાની કેવી શ્રેષ્ઠ ગુણસંપત્તિ છે એની!”
0 0 0 પલ્લીપતિ, લક્ષ્મી-ધરણ સાથે અને પોતાના સ્વજન-પરિજનો સાથે, પલ્લીમાં આવ્યો. સાર્થના પુરુષો ધરણને મંદિરની બહાર જ મળી ગયા હતા. તેઓએ પલ્લીપતિએ કરેલા સારા વ્યવહારની પ્રશંસા કરી.
ધરણે પલ્લીપતિને કહ્યું : “હે વીરપુરષ, મારે તમને સહુને દેવીપૂજા અંગે કેટલીક વાતો કહેવી છે. ભોજનાદિથી નિવૃત્ત થઈ, આપણે સહુ ભેગા મળશું.” પલ્લીપતિએ હા પાડી.
ઘરણની ઈચ્છા હતી કે દેવીને બલિ આપવાની પ્રથા બંધ થવી જોઈએ. એને પલ્લીપતિ પર વિશ્વાસ બેઠો હતો કે એ આ વાત માનશે.
પલ્લીપતિએ પલ્લીમાં ઘોષણા કરાવી દીધી કે “ભોજન કરીને સહુએ પલ્લીના
શ્રી સમરાદિત્ય મહાકથા
- ટહ
૮૮૯
For Private And Personal Use Only