________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી શ્રીદેવી અને મુનિ વૈશ્રમણ ગંભીર વિચારમાં ડૂબી ગયાં. જાણે કે તેમના જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. પૂર્ણ વિરક્તિ, સંપૂર્ણ અનાસક્તિના આલોકમાં તેમણે પોતાના જીવનની સાધનામય સમાપ્તિ જોઈ. સાધ્વી શ્રીદેવીએ કહ્યું :
‘ભગવંત, જો આપને મારામાં યોગ્યતા દેખાતી હોય, તો મને અનશન કરાવવાની કૃપા કરો... હવે આ જીવન લાંબો સમય જીવી નહીં શકું...'
‘ભદ્રે, તારામાં યોગ્યતા છે, તું ચાર આહારનાં ત્યાગરૂપ અનશન કરી શકે છે. અનશન કરીને સમાધિમૃત્યુને ભેટી શકે છે...’
‘ભગવંત, હું પણ અનશન સ્વીકારવા ઇચ્છું છું, જો આપની અનુમતિ હોય તો...' મહાત્મા વૈશ્રમણે વંદના કરીને, ગુરુદેવને વિનંતી કરી.
‘હે દેવાનુપ્રિય, તમારા ચિત્તમાં શુભ સંકલ્પ જન્મ્યો છે. તમે અનશન ક૨વા માટે સુયોગ્ય છો. તમે તપ, ત્યાગ અને તિતિક્ષા કરીને આત્મભાવને સુયોગ્ય બનાવ્યો છે.’ મહાત્મા વૈશ્રમણે અનશન સ્વીકાર્યું.
સાધ્વી શ્રીદેવીએ અનશન સ્વીકાર્યું.
અનશન સ્વીકા૨વા પૂર્વે
* તેમણે ગુરુદેવ પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરી લીધું.
* સર્વે સાધુઓની સાથે ક્ષમાપના કરી લીધી.
* ગુરુદેવને વિશેષરૂપે ખમાવીને, તેઓની હિતશિક્ષા ગ્રહણ કરી...
* ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યાં.
સાધ્વી શ્રીદેવીની પરિચર્યામાં બે સાધ્વીને નિયુક્ત ક૨વામાં આવી. પ્રવર્તિની સાધ્વીને સૂચના આપવામાં આવી કે તેઓ સાધ્વી શ્રીદેવીના ચિત્તની સંપૂર્ણ કાળજી રાખે, ચિત્તમાં નિરંતર ધર્મધ્યાન ચાલતું રહે - એવી શાન્ત, પ્રશાન્ત અને મધુરવાણીમાં પ્રેરણાનું અમૃત પાયા કરે.
મહાત્મા વૈશ્રમણની પરિચર્યામાં બે સુયોગ્ય શ્રમણોને નિયુક્ત ક૨વામાં આવ્યા. આચાર્યદેવ સ્વયં વૈશ્રમણમુનિના ચિત્તના અધ્યવસાયોની સ્થિરતાનો ખ્યાલ રાખવા માંડ્યા. કારણ કે ઉલ્લાસ અને ભાવોદ્રેકમાં વ્રત લેવાઈ જાય છે, પરંતુ જ્યારે ક્ષુધાવેદનીય કર્મનો ઉદય થાય છે, તીવ્ર ક્ષુધા અને તીવ્ર તૃષા જ્યારે પ્રગટે છે ત્યારે સમતાભાવે ક્ષુધાને અને તૃષાને સહન કરવી, તે સામાન્ય કામ નથી હોતું. મહાન સત્ત્વ જોઈએ છે ત્યારે સાધકના ચિત્તમાં. જ્યારે એ સત્ત્વ ખૂટી પડે ત્યારે આચાર્ય સત્પ્રેરણા દ્વારા સત્ત્વને પુનઃ ભરી દેતા હોય છે. સત્ત્વ ભરવાની વિશિષ્ટ કળા હોય છે આચાર્યની પાસે, આવી કળા હોય તે જ આચાર્ય પોતાના શિષ્ય-શિષ્યાઓને અનશન-વ્રત કરાવતા હોય છે.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૩૫