________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દિવસો વીતે છે... રાતો પસાર થાય છે....
બંને અનશનીનાં શરીર કૃશ બનતાં જાય છે, પરંતુ બંનેનાં મુખ પર તેજસ્વિતા વધતી જાય છે. * આચાર્યદેવ સત્રેરણાનું પીયૂષ પાતા રહે છે..
એક દિવસ અનશન સિદ્ધ થયું. જ બંનેના આત્મા દેવલોકમાં દેવ થયા.
૦ 0 0
ઘનશ્રી!
તેનું નાક છેદી નાખવામાં આવ્યું. તેને જૂના જોડાઓનો હાર પહેરાવવામાં આવ્યો. તેના મુખ પર કાળો રંગ ચોપડવામાં આવ્યો..
હજારો સ્ત્રી-પુરુષો તેને ફિટકાર આપતાં રાજમાર્ગો પરથી પસાર થવા લાગ્યાં. નગરની બહાર, એક અતિ જીર્ણ મંદિરના ખંડિયેર સુધી એને મૂકીને સહુ પાછા વળી ગયાં. ત્યારે સૂર્ય પણ અસ્ત થઈ ગયો.
ધનશ્રી મંદિરથી થોડે દૂર એક પથ્થરની શિલા પર બેઠી. એના ચિત્તમાં મુનિહત્યા કર્યાનો કોઈ પશ્ચાત્તાપ ન હતો... કોઈ સંતાપ ન હતો.... એ વિચારતી હતી : “મારું જે થવાનું હોય તે ભલે થાય, પરંતુ મારા એ જનમોજનમના વેરીને હું મારી શકી એ મારો મનોરથ સફળ થયો. હવે ભલે કાલે નહીં, આજે જ મને મોત આવે.. મને ચિંતા નથી. ભલે લોકો કહે કે હું મરીને નરકમાં જઈશ... ત્યાં પરમાધામી અસુરો મારા રાઈ જેટલા ટુકડા કરી નાખશે... મને કડકડતાં તેલમાં તળી નાખશે... અને ભડભડતી આગમાં મને ચલાવશે...
પણ હું નરકને માનતી જ નથી ને! પ્રજાને ડરાવવા માટે સાધુઓ નરક અને સ્વર્ગની વાત કરતા ફરે છે. માત્ર વાતો કરે છે. એમણે નથી જોયું નરક કે નથી જોયું સ્વર્ગ! પરાપૂર્વથી ચાલી આવતી વાતો છે. હું માનતી નથી. મેં તો મારા એ વેરીને મારીને અહીં જ સ્વર્ગનાં સુખ જેવું સુખ અનુભવ્યું છે! હા, રાજાએ મને સજા કરી.. મારાં ઘરબાર લૂંટી લીધાં. મારું નાક કાપી નાંખ્યું. ને મને દેશનિકાલની સજા આપી.. ભલે, બીજા દૂરના પ્રદેશમાં જઈને, પુરુષાર્થ કરીશ. બનાવટી નાક લગાડાવીશ, એવી રીતે લગાડીશ કે કોઈનેય કલ્પના નહીં આવે કે આ બનાવટી નાક છે! પછી નંદકને શોધીશ. પણ એ કાયર નીકળ્યો... ભાગી ગયો.. ખેર, એ ગમે તેવો છે, પણ મને ગમે છે. એને શોધી કાઢીશ. ફરી અમે ઘર વસાવીશું ને પૂર્વવતુ જીવન જીવીશું.
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only