________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને કદાચ નંદક નહીં મળે, તો બીજા કોઈ પુરુષને મારા મોહનાં બંધનમાં જકડી લઈશ. હજુ હું યુવતી છું. મારું યૌવન, ભલભલા તપસ્વીને પણ મોહિત કરે એવું છે. મારે તો સંસારનાં સુખ ભોગવવાં છે. ભરપૂર સુખો ભોગવવાં છે. મારે પાપ અને પુણ્યની વાતો નથી કરવી, મારા મનને જે ગમે તે પુણ્ય... મારા મનને ના ગમે તે પાપ! મને ગમે તે હું ખાવાની! મને ગમે તે હું પીવાની! મને ગમે એ પુરુષને હું ભોગવવાની! અને મને ગમે તે જોવાની - સાંભળવાની.
જે કોઈ મારા માર્ગમાં આડે આવશે, તેનો કાંટો દૂર કરતાં મને આવડે છે. હું હિંસાને પાપ માનતી નથી. જીવનમાં સુખ માટે જે કંઈ કરવું પડે, તે કરવાનું. તે ક૨વામાં કોઈ પાપ લાગતું નથી. હા, નંદક... મારો પ્રેમી... થોડો વેવલો છે. ક્યારેક એ પુણ્ય-પાપની વાતો કરે છે... એનું મન જાળવવા હું એ વાતોને સ્વીકારી લઉં છું... નંદકમાં હિંમત નથી. ક્યાંથી હોય હિંમત? છેવટે તો એ દાસીપુત્ર છે ને! તે છતાં એનું શરીર દૃઢ છે, શક્તિશાળી છે... એણે મને ઘણું સુખ આપ્યું છે... મેં પણ એને પાર વિનાનું સંભોગસુખ આપ્યું છે. એને મારે શોધવો તો પડશે જ.
ખેર, એ બધી વાત પછી, અત્યારે પહેલું કામ... આસપાસમાં કોઈ તળાવ હોય કે ખાબોચિયું હોય તો મારું મોઢું ધોઈ નાખું, થોડું પાણી પી લઉં. પછી અહીં જ આટલામાં... કોઈ પથ્થર ઉપર રાત પસાર કરી લઉં. કાલે સવારે અહીંથી આગળ વધી જઈશ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિચારો કરીને તે પાણી શોધવા આજુબાજુ ફરવા લાગી. આજુબાજુ બાવળના અને ખીજડાનાં વૃક્ષો હતાં. જમીન પર કાંટા હતા, પાંદડાં પડેલાં હતાં. તે ધીરેધીરે ચાલવા લાગી. પગમાં કાંટા વાગે છે તો કાઢી નાંખે છે... તે મંદિરના ખંડિયેરની પાછળ ગઈ... ત્યાં બાવળનાં વૃક્ષોની ઘટાની વચ્ચે પાણીનું એક ખાબોચિયું હતું. ધીરેથી ત્યાં પહોંચી... મોઢું ધોઈને, ખોબેખોબે પાણી પીધું. પાછી એ ખંડિયેર પાસે આવી. ખંડિયેરમાં ઠેક-ઠેકાણે મોટાં મોટાં દર હતાં... નાના નાના જીવો ફરતા હતા.
ત્યાં એક મોટા પથ્થર પર એણે લંબાવી દીધું. ઊંઘ તો આવે જ ક્યાંથી? પડખાં ફેરવતી... રાત પસાર કરવા લાગી. ત્યાં... એના પગ ઉપર સળવળાટ થયો... તે પગ ખેંચી લે એ પહેલાં તૉ કાળા નાગે જોરથી ડંખ મારી દીધો... તે બેઠી થઈ ગઈ... એક મોટો પથ્થર ઉપાડી તેણે નાગ ઉપર માર્યો...
શ્રી સમરાદિત્ય મહાકા
એના શરીરમાં ઝેર વ્યાપી ગયું... અને થોડી ક્ષણોમાં જ એના પ્રાણ ઊડી ગયા. મરીને એ નરકમાં ઉત્પન્ન થઈ.
સર્પ પણ મરીને નરકમાં ઉત્પન્ન થયો.
જીવનનો કરુણ અંત આવી ગયો...
O
For Private And Personal Use Only
Ꮐ