________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તીવ્ર ક્રોધની શાંતિ
-
‘પ્રભાવક ચરિત્ર’માં કહેવામાં આવેલું છે :
હરિભદ્રસૂરિજીના ગુરુ જિનભદ્રસૂરિજીને બૌદ્ધોના નાશની અને પોતાના શિષ્યના પ્રચંડ કોપની જાણ થતાં, એ કોપને શાન્ત કરવા, એમણે બે મુનિઓને ‘સમરાદિત્ય’ ચરિત્રના બીજભૂત ત્રણ ગાથાઓ આપીને હરિભદ્રસૂરિજી પાસે મોકલ્યા -
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणसेन अग्गिसम्मा सीहाणंदा य तह पिया-पुत्ता ।
સિદિ - નાનિધિ માફ-સુષ્મા ઘણ-ધસિરિમો ય પ-મખ્ખા (૧૮૬|| जय विजया य सहोअर धरणो लच्छी अ तह पई-भज्जा ।
સેળ - વિસેળા પિત્તિય-પુત્તા નામ સત્તમર્ ||૧૮૬|| गुणचंद - वाणमंतर समराइच्च गिरिसेण पाणी अ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नरस संसारो ।।१८७।। તે બે મુનિ રાજા સૂરપાલના નગરમાં જઈને શ્રી હરિભદ્રસૂરિજીને મળ્યા. એમણે કહ્યું: ‘આ ત્રણ ગાથાઓ ઉપર બરાબર વિચાર કરવાનું ગુરુદેવે કહ્યું છે.' તેઓએ ત્રણ ગાથા હરિભદ્રસૂરિજીને આપી.
હરિભદ્રસૂરિજી જેમ-જેમ તે ગાથાઓ પર ચિંતન કરતા ગયા તેમ તેમ એમનો ક્રોધ શાંત થતો ગયો. પોતે બૌદ્ધોને મારી નાંખ્યા હતા, તે બદલ તેમને ઉગ્ર પશ્ચાત્તાપ થયો. રાજા સૂરપાલને કહીને તેમણે વિહાર કર્યો. તેઓ ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવનાં ચરણોમાં પડી પ્રાયશ્ચિત્ત માંગ્યું. ગુરુદેવે પ્રાયશ્ચિત્ત આપ્યું.
એ શ્રી હરિભદ્રસૂરિજીએ વૈરાગ્યામૃતથી છલોછલ સમરાદિત્ય મહાકથા લખી.
For Private And Personal Use Only