________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે શ્રમણો અને શ્રમણીઓ, કૌશામ્બીમાં મહાત્મા ધનમુનિ કાળધર્મ પામ્યા છે સમાધિમૃત્યુ પામ્યા છે.'
આ સમાચાર સાંભળી સાધ્વી શ્રીદેવી કલ્પાંત કરવા લાગ્યાં. મુનિ વૈશ્રમણ શોકસાગરમાં ડૂબી ગયા. અન્ય શ્રમણો અને શ્રમણીઓ પણ વ્યાકુળ બની ગયા.
આચાર્યશ્રી યશોધરે સાધ્વી શ્રીદેવીને સંબોધીને કહ્યું :
હે આર્યે, ધનમુનિ નગરશ્રેષ્ઠ મહાત્મા હતા. તેઓએ પોતાનું આત્મહિત થોડા સમયમાં સાધી લીધું છે. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવી દીધું છે. એમની પાછળ શોક ના કરવો ઘટે, કલ્પાંત કરવો ના ઘટે.
હે આર્યો, તમે ધનમુનિને “પુત્ર' ના સંબંધની દૃષ્ટિથી ના જુઓ. “ધનમુનિ મારા પુત્ર હતા,’ એમ ના વિચારો, પરંતુ ધનમુનિ' એક શ્રમણ શ્રેષ્ઠ હતા,' આ રીતે વિચારો. તમારી દૃષ્ટિને તમે જ્ઞાનદષ્ટિ બનાવીને વિચારો. જો તમારા વિચારોમાં લૌકિક સંબંધની દુર્ગધ પ્રવેશી જશે તો તમારું “ધ્યાન કષાયયુક્ત બની જશે.
હે આયે, તમે મોહ-માયાનાં બંધનો તોડી નાખ્યાં છે. હવે પુત્રસ્નેહની ગાંઠને પણ છેદી નાખો. નિઃસ્નેહી બની જવાનું છે તમારે...'
પ્રભો, પુત્રના ગુણ સ્મૃતિમાં આવે છે, એ ગુણો તરફ સ્નેહ પ્રગટે છે... કેવા એ ગુણનિધિ મહાત્મા હતા..' સાધ્વી શ્રીદેવીએ ગદ્દગદ સ્વરે કહ્યું.
આચાર્યદેવે કહ્યું : “તમે અત્યારે એ મહામુનિના ગુણોને પણ સ્મૃતિમાં ના લાવો. એ મહામુનિની આકૃતિ પણ સ્મૃતિમાં ના લાવો. તમે ભૂલી જાઓ એમને.... સર્વથા ભૂલી જાઓ.”
“ભગવંત, એ મહાત્માને કેવી રીતે ભૂલી શકું? આપ કહો તો સંપૂર્ણ દુનિયાને ભૂલી જાઉં. પણ એ મહામુનિને...' સાધ્વી શ્રીદેવી રડી પડ્યાં.
હે આર્યો, તો તમે એ મહાત્માને દેહરૂપે યાદ ના કરો, એક વિશુદ્ધ આત્મા-સ્વરૂપે યાદ કરો. અનામી... અરૂપી સ્વરૂપે યાદ કરો. અને જો એ સ્વરૂપે યાદ નથી કરી શકતાં, તો તમે પરમાત્માના ધ્યાનમાં, વિશુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં તમારા ચિત્તને જોડવા પ્રયત્ન કરો. વિશુદ્ધ ધ્યાનમાં, વધુ ને વધુ સમય પસાર કરો.
એક વાત યાદ રાખવાની છે કે મહાત્માએ દેવગતિ પ્રાપ્ત કરી છે. એ આત્મા જાગ્રત છે. અસંખ્ય કાળ એ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવતો રહેશે, અનાસક્ત ભાવે અને જાગ્રત ચિત્તે. એવા મહાત્માની પાછળ શોક ના કરાય. મહોત્સવ કરાય...
તમે સહુ પણ આત્મવીર્યને ઉલ્લસિત કરી. શ્રમણજીવનનું સુંદર પાલન કરો. ઉપસર્ગો પરિષહોનું સમતાભાવે પાલન કરો. આત્મા અને શરીરનું ભેદજ્ઞાન આત્મસાતું કરો. સતત કર્મનિર્જરા કરતા રહો. ના કોઈ સંયોગના સુખની ઇચ્છા કરો. ના કોઈ વિયોગની કલ્પના કરો.'
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only