________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘનશ્રીનું મોટું કાળું પડી ગયું હતું. તે પોતાની સાડીના છેડાથી પોતાનું મુખ છુપાવવા લાગી.
પરંતુ ધનકુમાર મર્યો નહીં! એને કોઈ તૂટેલા વહાણનું મોટું પાટિયું મળી ગયું... તે કિનારે પહોંચ્યો... ને ક્રમશઃ તે સુશર્મનગરે પહોંચ્યો.
આ દુષ્ટા, એના પતિના નોકર સાથે પ્રેમ કરતી હતી. તે એની સાથે અહીં કૌશામ્બીમાં આવીને વસી ગઈ...” સમગ્ર રાજસભાની દૃષ્ટિ ઘનશ્રી તરફ મંડાઈ ગઈ.
ધનકુમાર સુશર્મનગરે પહોંચ્યા પછી, કોઈ પણ કારણે વૈરાગી બન્યો. માતા પિતા સાથે એણે સાધુધર્મ અંગીકાર કર્યો... એ મહાત્મા ધનકુમાર વિચરતાં-વિચરતાં અહીં આપણા નગરમાં આવ્યા. ભિક્ષા લેવા આ દુષ્ટાના ઘરમાં ગયા... આ દુષ્ટાએ તેમને જોયાં, તે ઓળખી ગઈ. તેને ભય લાગ્યો. “હું તો માનતી હતી કે મારો પતિ સમુદ્રમાં મરી ગયો હશે... ને આ તો જીવતો છે... આ મારાં પાપ જાહેર કરી દેશે તો?' તેણે એ મહામુનિને જીવતા સળગાવી દીધા...”
સભામાંથી અવાજ ઊઠ્યો : “ધિક્કાર હો. ધિક્કાર હો...” બીજો અવાજ આવ્યો : “આ પાપિણીને શૂળી પર ચઢાવી દો...'
ત્રીજો અવાજ આવ્યો : “આ દુષ્ટાને પણ જીવતી સળગાવી દો..” મહામંત્રી ઊભા થયા, સભાને શાંત કરીને કહ્યું :
ભાઈઓ, આપણાં સહુનાં મનમાં આ સ્ત્રી પ્રત્યે તીવ્ર તિરસ્કાર જન્મે એ સ્વાભાવિક છે. એણે અક્ષમ્ય ઘોર પાપ કર્યું છે, એ નક્કી થઈ ગયું છે. હવે આપણે મહારાજાને ન્યાય આપવા વિનંતી કરીએ, ન્યાય આપણે નથી આપવાનો!”
રાજસભામાં પૂર્ણ શાન્તિ છવાઈ ગઈ. મહારાજાએ આંખો બંધ કરી. થોડી વાર પછી આંખો ખોલીને તેઓ બોલ્યા :
ગમે તેવો મોટો અપરાધ સ્ત્રીએ કર્યો હોય, છતાં સ્ત્રી અવધ્યા હોય છે. એનો વધ ના થઈ શકે, એટલે હું એને દેશનિકાલની સજા આપું છું. પરંતુ એની સુંદર મુખાકૃતિ જોઈ, કોઈ માણસ એના મોહમાં ફસાઈ ના જાય, તે માટે કોટવાલને આજ્ઞા કરું છું કે તેઓ આ સ્ત્રીનું નાક છેદી નાખે. કુરૂપ બનાવીને પછી તેને નગરની બહાર હાંકી કાઢે એને પછી જ્યાં જવું હોય ત્યાં જાય, મહામંત્રીને આજ્ઞા કરું છું કે આપણા રાજ્યના તમામ ગામ-નગરોમાં સૂચના આપી દો કે કોઈ પણ આ સ્ત્રીને આશ્રય ના આપે. જે આશ્રય આપશે, તેનો શિરચ્છેદ થશે..'
0 0 0 સુશર્મનગરમાં લોકોએ જાણ્યું કે “ધનમુનિનું મૃત્યુ થઈ ગયું છે.” આ સમાચાર આચાર્યશ્રી યશોધરે સાંભળ્યા. તેઓએ કૌશામ્બીમાં તપાસ કરાવી. વાત સાચી નીકળી તેઓએ તરત મુનિ વૈશ્રમણ, સાધ્વી શ્રીદેવી વગેરેને પોતાની પાસે બોલાવીને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
03
For Private And Personal Use Only