________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ᏀᏭ
કૌશામ્બીની રાજસભા ભરાણી હતી. પાર વિનાની ભીડ હતી. કારણ કે આજે મહારાજા ન્યાય આપવાના હતા, ધનશ્રીને કારવાસમાંથી કાઢીને, રાજસભામાં આરોપીના પાંજરામાં ઊભી રાખવામાં આવી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાએ રાજસભામાં પ્રવેશ કર્યો. સર્વે સભાસદો ઊભા થયા. મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાએ બે હાથ જોડી પ્રજાનું અભિવાદન કર્યું. મહામંત્રીએ ઊભા થઈ નિવેદન કર્યું :
‘પ્રિય પ્રજાજનો, આપ સહુને યાદ હશે કે થોડા દિવસ પહેલાં આપણા નગરમાં દેવીના મંદિર પાસે એક ઋષિરાજને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા... એ ઘોર પાપ કરનારની શોધ કરતાં, આ ધનશ્રી નામની સાર્થવાહ-પત્ની ઉપર શક પડેલો. તેને કારાવાસમાં પૂરીને, એના અંગેની સંપૂર્ણ માહિતી મહારાજાએ મેળવી છે, તેના આધારે આજે ધનશ્રીને ન્યાય આપવામાં આવશે.’ મહામંત્રી પોતાની જગ્યા પર બેસી ગયા. તે પછી મહારાજાએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું :
‘વહાલા પ્રજાજનો, જ્યારે ઋષિહત્યાના આરોપી તરીકે કોટવાલ આ સ્ત્રીને મારી પાસે લઈ આવ્યા હતાં ત્યારે એની મુખાકૃતિ જોતાં લાગેલું કે આવી સૌમ્ય અને સુંદર મુખાકૃતિવાળી સ્ત્રી ઋષિહત્યા કેવી રીતે કરી શકે? એક મહાત્માને એ જીવતા કેવી રીતે સળગાવી દઈ શકે? એટલી બધી નિર્દય કેવી રીતે બની શકે? એટલે આ સ્ત્રીનું સાચું ચરિત્ર જાણવા મેં મારા દૂતને સુશર્મનગર મોકલીને, આ સ્ત્રીના પિતા પાસેથી સમાચાર મેળવ્યા. ગઈ કાલે જ દૂત આવી ગયો.
૩૭૨
પૂર્ણભદ્ર નામના શ્રેષ્ઠીની આ પુત્રી છે. તેનાં લગ્ન સુશર્મનગરનાં નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર સાથે કરવામાં આવ્યાં હતાં... ' મહારાજાએ ક્ષણભર ધનશ્રી સામે જોયું. ધનશ્રીએ જરા આંખો ઊંચી કરીને મહારાજા સામે જોયું...
ધનકુમાર વેપાર માટે જ્યારે પરદેશ જવા નીકળ્યો ત્યારે ધનથી એની સાથે પરદેશ ચાલી. કોઈ પણ કારણસર ધનશ્રીને એના પતિ તરફ ઘોર દ્વેષ જાગેલો જ હતો. એ ધનકુમારને મારી નાખવાની તક શોધતી હતી. એક દિવસ એને તક મળી ગઈ.
રાત્રિનો સમય હતો. વહાણ સમુદ્રના મધ્ય ભાગમાં પસાર થતું હતું... ત્યારે આ પાંજરામાં ઊભેલી દુષ્ટાએ એના રુગ્ણ પતિને સમુદ્રમાં ધક્કો મારી દીધો... મહારાજાએ ધનશ્રીની સામે જોઈને પૂછ્યું : 'અરે પાપિણી, આ વાત ખરી છે ને?’
ભાગ-૨ ૪ ભવ ચોથો
For Private And Personal Use Only