________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ સાંભળતાં જ ચમકી ગયો..
ઓહો.. કુમાર! હું તો બધી વાતોમાં વિલાસવતીને ભૂલી જ ગયો હતો. ખરેખર, એ જ્યારે આ વાત જાણશે. ત્યારે ઘોર સ્પાંત કરશે! માથાં પછાડશે. કણ રુદન કરશે!
જ્યારે કાલે પ્રભાતે એની સખી અનંગસુંદરી આપણા કુમારવાસમાં જશે... આપણને નહીં જુએ... ત્યારે આપણા મિત્રો પાસે જઈને પૂછશે! મિત્રો કહેશે કે વિનયંધર નામના રાજપુરુષે આવીને, અમને બહાર કાઢીને કુમાર સાથે વાતો કરી હતી... અમે અમારા ઘરે ચાલ્યા ગયા હતા... પછી શું થયું - એની અમને ખબર નથી. હા, સંધ્યા સમયે અમે કુમારવાસમાં ગયા હતા, ત્યારે કુમારવાસ બંધ હતો... દ્વારરક્ષકોએ સંધ્યાસમયે અમને કહ્યું હતું કે, “રાજકુમાર અને એમના મિત્ર વસુભૂતિ, વિનયંધરજીની સાથે અહીંથી ગયા હતા. એટલે અનંગસુંદરી જરૂર વિનયંધર પાસે જવાની. વિનયંધરને આપણો વૃત્તાંત પૂછવાની. વિનયંધર બધી સાચી વાત કહી દેશે! પછી અનંગસુંદરી, વિલાસવતીને બધી વાત કરવાની! આ મારું અનુમાન છે.”
‘વસુ, તારું અનુમાન સાચું છે. આ રીતે વિલાસવતી આપણો વૃત્તાંત જાણશે... ત્યારે એનું હૃદય ચિરાઈ જશે. એનો પાર વિનાનો વલોપાત જોઈને મહારાજા પણ એને કારણ પૂછવાના! એની માતા-રાણી પણ કારણ પૂછવાની.... એ વખતે અવશ્ય એ એના અને મારા પ્રેમની વાત કરી દેશે! પછી શું થશે, એની કલ્પના હું કરી શકતો નથી.'
કુમાર, એની કલ્પના તો હું પણ કરી શકતો નથી...' “વસુ, શું વિલાસવતી પોતાના પ્રાણોનો ત્યાગ ત નહીં કરી દે ને? કારણ કે એનું અને મારું તાદાત્મય રચાઈ ગયું છે. પ્રગાઢ પ્રેમ થઈ ગયો છે...'
કુમાર, એ વાતો હવે આપણે ત્યારે જ જાણી શકવાના, કે જ્યારે ત્યાંની કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ મળી જાય! કુમાર, આપણે સુવર્ણભૂમિ જઈએ છીએ, આ વાત વિનયંધર તો જાણે છે ને?
જાણે જ છે! એણે તો આપણને વહાણમાં બેસાડ્યા છે...!” ‘તો તો... વિલાસવતીનો માર્ગ સરળ બને કદાચ!' કેવી રીતે? ‘વિનયંધર એને કહેશે કે આપણે સુવર્ણભૂમિ ગયા છીએ. તો એ રાજપુત્રી આપણને શોધતી સુવર્ણભૂમિ આવી જાય!' ‘પણ મહારાજા એને નીકળવા દે તો ને?”
એને અનંગસુંદરીનો મજબૂત સાથ છે! અનંગસુંદરી એક પરાક્રમી પુરુષ જેટલી હિંમત ધરાવે છે.' એ સાચી વાત!'
ક ક ક
શ્રી સમરાદિત્ય મહાકથા
પ
For Private And Personal Use Only