________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{{૧૦૪]
શ્રેષ્ઠી સમુદ્રદત્તના વહાણમાં અમે બે મહિના સાગરયાત્રા કરી. સમુદ્રદત્ત સજ્જન, સાલસ અને ઉદારચરિત પુરુષ હતા. અમારી સાથે એમણે ખૂબ સારો વ્યવહાર રાખ્યો. અમે પણ એમના સ્વજન બનીને રહ્યા.
સુવર્ણભૂમિનો કિનારો દેખાયો. સમુદ્રદત્તે મને કહ્યું : “રાજ કુમાર સામે... દૂર દેખાય તે સુવર્ણભૂમિનો કિનારો છે. અને કિનારે જે નગર દેખાય તે શ્રીપુર છે. શ્રપુર વેપાર-ધંધાનું ધીકતું બંદર છે. દેશ-વિદેશના હજારો વેપારીઓ આ બંદરે આવે છે.”
શ્રેષ્ઠી, તમે અહીં રોકાવાના ને?'
જે માલ વહાણમાં છે તે વેચાઈ જશે અને નવો અહીંનો માલ વહાણમાં ભરાઈ જશે, ત્યાં સુધી રોકાવાનું થશે..”
સારા ભાવે માલ વેચવા માટે થોડો વિલંબ તો થશેને?'
ક્યારેક થાય. ક્યારેક માલ તરત જ સારા ભાવે વેચાઈ જાય છે. માલ લેવામાં થોડો વિલંબ થાય છે. ત્યાં સુધી નગરના યાત્રિકગૃહમાં રહેવું પડશે.”
૦ ૦ ૦. વહાણને શ્રીપુરના કિનારે લાંગરવામાં આવ્યું. અમે હોડીમાં બેસીને કિનારે આવ્યા. સમુદ્રદત્તની વિદાય માંગી. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા : મહારાજકુમાર, આ વખતની બે મહિનાની યાત્ર સુખમય-આનંદમય રહી. તમારા બંનેના સંગે સમય જલદી પસાર થઈ ગયો. કુમાર, હવે તમે ક્યારે મળશો?’ તેમણે ગદ્દગદ સ્વરે મારા બે હાથ પકડી લીધા અને બોલ્યા : “ગુણવાન પુરુષનો સહવાસ ઘણો દુર્લભ હોય છે. એવો દુર્લભ સહવાસ તમારો મને મળ્યો..”
અમને તમારા જેવા ઉદારચરિત્ર સજ્જન પુરુષોનો સહવાસ મળ્યો.. અમે વિનયંધરનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. એણે જ તમારો સંપર્ક કરાવી આપ્યો.”
અમે છૂટા પડ્યા. સમુદ્રદત્ત હોડીમાં બેસી પાછા વહાણ ઉપર ગયા.
અમે સમુદ્રકિનારાથી થોડે દૂર જઈને ઊભા. અમે પણ કોઈ સારા વિશ્રામગૃહમાં રોકાવાનું વિચારતા હતા. આજુબાજુ જોતા હતા. ત્યાં મેં એક યુવાન શ્રેષ્ઠીપુત્રને જોયો. એણે મને જોયો. અમે એકબીજાને જોતા રહ્યા. મને એ યુવાન પરિચિત લાગ્યો. એને હું પરિચિત લાગ્યો. મારા મનમાં વિચાર આવ્યો “આ મારો બાલ્યકાળનો
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only