________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર મનોરથદત્ત તો નહીં હોય? શ્રેષ્ઠીપુત્ર છે... વેપાર માટે અહીં આવ્યો હોય.” તે નજીક આવ્યો... તે મને ઓળખી ગયો. તેનું મુખ આનંદથી લેપાઈ ગયું. હું પણ પ્રસન્નવદન બની ગયો. તે બોલ્યો :
શું તમે જ મહારાજકુમાર સનકુમાર છો ને?” “અને તું શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્ત છે ને?' બંનેના અનુમાન સાચાં પડ્યાં, મહારાજકુમાર, આપ કુશળ છો ને?' કુશળ છું... સ્વસ્થ છું.... આ મારો મિત્ર છે...' “આ આપણો મિત્ર વસુભૂતિ છે ને!' વસુભૂતિ મનોરથદત્તને ભેટી પડ્યો. અમે ત્રણ જણા આનંદિત થઈ ગયા. અજાણી ધરતી પર મિત્રનું મિલન અતિ પ્રસન્નતા આપનારું હોય છે. મનોરથદત્તે કહ્યું :
મહારાજ કુમાર, હું ત્રણ વહાણો લઈને વેપાર કરવા અહીં આવ્યો છું. અહીં નગરમાં મેં એક સારો, તમને પણ ગમી જાય તેવો આવાસ લીધો છે. તમે બંને ત્યાં જ ચાલો. ત્યાં જ રહો... જો કે મહારાજકુમારને ઉચિત કદાચ નહીં હોય...”
મેં એની પીઠ પર ધબ્બો મારીને કહ્યું : “મનોરથ, અજાણી ધરતી પર તું મળી ગયો... એ જ મારે મન ઘણું છે. મહેલ કરતાંય ચઢિયાતું છે... હું જાણું છું કે શ્વેતામ્બીના કરોડપતિ શ્રેષ્ઠી સમુદ્રદત્તનો પુત્ર કેવા ઘરમાં રહેતો હોય!”
મનોરથદત્ત એના આવાસે લઈ ગયો. આવાસનું પ્રવેશદ્વાર કલાત્મક હતું. ત્યાં બે શસ્ત્રસજ્જ સૈનિકો ઊભા હતા. અમે દ્વારમાં પ્રવેશ કર્યો. અંદર વિશાળ ઉદ્યાન હતું. ઉદ્યાનના મધ્યમાં નાનકડું સરોવર હતું. સરોવર લંબચોરસ આકારે હતું. તેના કિનારા મૂલ્યવાન પથ્થરોથી બાંધેલા હતા.
અમે કિનારે કિનારે આગળ ચાલ્યા, ત્યાં આવાસનું પ્રવેશદ્વાર આવ્યું. એક રાજમહેલ જેવો જ ભવ્ય આવાસ હતો. અમને તેણે દક્ષિણ દિશા તરફનો હવાઅજવાસવાળો સુંદર ખંડ આપ્યો. તેણે મને કહ્યું : “તમારે બંનેએ અહીં રહેવાનું છે. તમને આ ખંડ ના ગમે તો, આવાસના કોઈ પણ ખંડનો ઉપયોગ કરી શકશો. આપણે સ્નાનાદિ કાર્યો પતાવીને, ભોજન કરીશું. પછી તમને સંપૂર્ણ આવાસ બતાવીશ.” એ ચાલ્યો ગયો.
અમે સ્નાન કરી, નવાં વસ્ત્રો પહેરી લીધાં. મનોરથદત્ત સાથે અમે ભોજન કર્યું. ત્યાર પછી તેણે મને પૂછ્યું :
મહારાજકુમાર, તમને આ સુવર્ણભૂમિ પર જોઈને ખરેખર, મને આશ્ચર્ય થયું. કારણ કે અહીં મોટા ભાગે વેપારીઓ જ આવે છે. રાજાઓ... કે રાજકુમારો નથી આવતા. આજે પહેલ-વહેલાં જ તમને જોયા!” .
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only