________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મિત્ર, અમે અહીં નથી આવ્યા, અમારું ભાગ્ય અમને અહીં લઈ આવ્યું છે! પિતાજી સાથે મનદુઃખ થયું. મેં જેઓને શરણ આપેલું હતું, તે અપરાધીઓને પિતાજીએ મારાથી ગુપ્ત રીતે મારી નખાવ્યા હતા.. મારુ મન અત્યંત વ્યથિત થઈ ગયું... અને મિત્ર વસુભૂતિની સાથે મેં શ્વેતામ્બીનો ત્યાગ કરી દીધો. અમે તામ્રલિપ્તી નગરીમાં ગયા હતા. ત્યાંના મહારાજા ઇશાનચંદ્રના અતિથિ બન્યા હતા. કેટલાક મહિના અમે ત્યાં પસાર કર્યા. ત્યાંથી અમે અહીં આવ્યા. અહીંથી સિંહલદ્વીપ મારા મામામહારાજાની પાસે જવું છે...”સંક્ષેપમાં વાત મનોરથને કહી સંભળાવી. તેણે કહ્યું!
“મહારાજકુમાર, અહીં તમે મારા અતિથિ છો. તમારે અહીં જ રહેવાનું છે. હા, જ્યારે હું શ્વેતાંબી જાઉં. ત્યારે ભલે તમે સિંહલદ્વીપ જે.”
મેં પૂછ્યું : “મનોરથ, અહીંથી વહાણો સિંહલદ્વીપ જતાં તો હશે ને?” જાય છેક્યારેક ક્યારેક તું ધ્યાન રાખજે ને! એવા કોઈ વહાણમાં અમે સિંહલદ્વીપ ચાલ્યા જઈશું.” ચાલ્યા જવાની વાત ના કરો. અવસરે જવાશે..”
મનોરથદત્ત મોટા ભાગે અમારી સાથે જ રહેવા લાગ્યો. અમે પણ એની સાથે આત્મીયતા બાંધી બેઠા. મનોરથ ગુણવાન યુવાન હતો. અમે એક જ શાળામાં ભણેલા હતા. એના પિતા સમુદ્રદત્ત, શ્વેતાંબાની રાજસભામાં માનભર્યું સ્થાન પામેલા હતી.
ક્યારેક અમે શ્રીપુરના બજારમાં ફરવા નીકળી પડતા, તો ક્યારેક હોડીમાં બેસી સમુદ્રમાં દૂર દૂર ફરી આવતા. ક્યારેક બંદર ઉપર જઇને દેશ-દેશના લોકોને જોતા, મળતા અને વાતો કરતા. ક્યારેક અશ્વો પર બેસીને, નગરની બહાર દૂર જંગલોમાં ચાલ્યા જતા. સુવર્ણભૂમિનાં જંગલો પણ ઉપવન જેવાં લાગતાં હતાં. અમારા દિવસો ખૂબ આનંદમાં પસાર થતાં હતાં..
પરંતુ રાત્રિના સમયે મને વિલાસવતીની સ્મૃતિ થઈ આવતી... અને મારી નિદ્રા ચાલી જતી.. આખી રાત વિલાસવતીના જ વિચારો... સંકલ્પ-વિકલ્પો ચાલ્યા કરતા. વસુભૂતિ મારા જ ખંડમાં સૂતો હતો. ક્યારેક મધ્ય રાત્રિમાં એ જાગી જતો... અને મને પલંગમાં પડખાં ઘસતો જોઈ, મારી પાસે આવીને બેસતો. મારા માથે હાથ મૂકીને મને પંપાળતો. ક્યારેક એ કહેતો : “કુમાર, આ રીતે આપણે કેટલો સમય પરિભ્રમણ કરતા રહીશું? શા માટે આ પરિભ્રમણ કરવાનું? શું આ જ રીતે આપણી જિંદગી પસાર થશે?
હું મૌન રહેતો. આંખો બંધ કરીને પડ્યો રહેતો. મને ક્યારેક નિરાશા ઘેરી લેતી હતી. જીવન વ્યર્થ લાગતું હતું. “દિશાશૂન્ય બની ક્યાં સુધી રઝળવાનું? આ પ્રશ્ન
૭૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only