________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુમારવાસમાં આવી ગયો હતો. મારું મન ઘણું જ અસ્વસ્થ હતું છતાં આપણા મિત્રોને કોઈ શંકા ના આવી જાય, એટલે મેં ઉપરઉપ૨થી પ્રસન્નતા દેખાડી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં રાણીવાસમાં જ્યારે મહારાજા ગયા ત્યારે રાણીએ સ્ત્રીચરિત્ર ભજવી દીધું. તેની દુષ્ટ ઇચ્છાને પૂર્ણ ના કરવાથી એ મારા પર ક્રોધે ભરાણી હતી. તેણે મહારાજાને મારા વિરુદ્ધ ઉશ્કેરી દીધા... ‘સનત્કુમારે અહીં આવીને મારી પાસે ભોગની પ્રાર્થના કરી.,, મારા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો,.. એ તો હું બચી ગઈ...' વગેરે વગેરે વાતો કરી મારા પર કલંક મૂક્યું મને દુરાચારી કહ્યો. કુલાંગાર કહ્યો... બસ, મહારાજાએ રાણીની વાત માની લીધી! મારા પર તીવ્ર રોષે ભરાયા. વિનંયધરને બોલાવી મારો વધ કરવાની આજ્ઞા કરી...!'
‘શું વાત કરે છે કુમાર? તારો વધ?'
‘હા મિત્ર, આ રાજાઓ પર ક્યારેય આંધળો વિશ્વાસ ના કરાય, મેં કર્યો... રાજાઓ મોટા ભાગે કાચા કાનના હોય છે. એમાંય માનીતી રાણીની તો એક-એક વાત માની લેતા હોય છે. ગઈ કાલ સુધી મારા પર અત્યંત વાત્સલ્ય વરસાવનારા મહારાજાએ આજે મારા પર ધગધગતી આગ વરસાવી દીધી... મને મારી નાખવાની આજ્ઞા કરી દીધી! ના મને કંઈ પૂછ્યું, ના કોઈ સાચા-ખોટાની તપાસ કરી... આ તો વિનયંધર મને ઓળખી ગયો...
‘કેવી રીતે?’ વસુભૂતિએ પૂછ્યું. મેં, મારા પિતાએ એનાં માતા-પિતા પર કરેલા ઉપકારની વાત કહી બતાવી. વસુભૂતિ આનંદિત થઈ ગયો.
‘અહો! ઉપકારીના ઉપકારોને નહીં ભૂલનારો વિનયંધર પ્રશંસાને પાત્ર છે.’ ‘એની માતાએ, કે જે એ ઘટનાની સાક્ષી હતી, અને વિનંયધર માતાના પેટમાં હતો. તેણે વિનયંધરને મારી ઓળખાણ આપીને કહ્યું કે ‘બેટા, મહારાજા યશોવર્માના રાજકુમારની તું રક્ષા કરજે!’
‘ધન્ય માતા! ધન્ય પુત્ર!' વસુભૂતિની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. હું પણ ગદ્ગદ થઈ ગયો. મે કહ્યું :
‘વસુ, આટલો મોટો ઉપકાર કરવા છતાં વિનયંધરની નમ્રતા તેં જોઈને? કેવો ગુણવાન યુવાન છે? મિત્ર, જ્યારે આપણે શ્વેતામ્બી જઈશું ત્યારે એને શ્વેતામ્બી બોલાવી, રાજ્યનો મોટો પદાધિકારી બનાવીશું.'
‘કુમાર, આ વાત તો તારા સ્વભાવમાં વણાઈ ગઈ છે! તું ઉપકારી તો છે જ, ઉપકારનો બદલો વાળવાનું તું ભૂલતો નથી.'
હાસ
અમે મૌન થઈ ગયા. સમુદ્ર પર ચંદ્રનાં કિરણોની વર્ષા થઈ રહી હતી. તરંગો અને કિરણોનું અદ્ભુત મિલન થઈ રહ્યું હતું... ત્યાં અચાનક મારી સ્મૃતિમાં વિલાસવતી આવી ગઈ... મેં વસુભૂતિને કહ્યું :
‘મિત્ર, આ વાત કાલે વિલાસવતી જાણશે ત્યારે એ શું કરશે?' વસુભૂતિ વિલાસતિનું
ભાગ-૨ ૦ ભવ પાંચમો
For Private And Personal Use Only