________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ દિવસે સાર્થવાહ બનીને ધનકુમારને પ્રયાણ કર્યું. રાજા, મંત્રીમંડળ અને નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ વળાવવા ગયા. ખૂબ માન-સન્માન સાથે વિદાય આપી.
0 0 0 સુશર્મનગરના સીમાડામાં સાથે સાથે ધનકુમારે પ્રવેશ કર્યો. નગરશ્રેષ્ઠી વૈશ્રમણને સંદેશો મોકલ્યો. વૈશ્રમણ અને શ્રીદેવી હર્ષવિભોર બની ગયાં. નગરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા. શ્રીદેવી અને વૈશ્રમણની સાથે સેંકડો સ્નેહી-સ્વજનો.... મિત્રો ને પરિચિતો ધનકુમારનું સ્વાગત કરવા નગરની બહાર આવ્યા.
માતા-પિતાના દર્શન થતાં ધનકુમાર તેમનાં ચરણોમાં ઢળ્યો. શ્રીદેવીએ પુત્રના માથે હાથ મૂક ઓવારણાં લીધાં. વૈશ્રમણે કુમારને ઊભો કરી છાતીએ લગાવી હેત વરસાવ્યું. સ્નેહી-સ્વજનોએ કુશળપૃચ્છા કરી... અને ભવ્ય સ્વાગત સાથે ધનકુમાર ઘરે પહોંચ્યો.
છે વૈશ્રમણે સહુને પ્રીતિભોજન આપ્યું. * જિનમંદિરોમાં મહોત્સવ રચાવ્યા.
મહારાજા સુધન્વા સ્વયં રાજપરિવાર સાથે ધનકુમારને મળવા આવ્યા. કુમારને આલિંગન આપી, એની કુશળતા પૂછી,
વૈશ્રમણે કુમારને કહ્યું : “વત્સ, આજે તારા હાથે તારી ઇચ્છા મુજબ દીનઅનાથોને દાન આપ, મહાદાન આપ.”
કુમારે મહાદાન આપ્યું.. | દિનભર નગરવાસી લોકોની આવન-જાવન ચાલી રહી. સહુએ ધનકુમારને અભિનંદન આપ્યાં.
0 0 0 સાંજે ભોજન કર્યા પછી, માતા-પિતા અને પુત્ર, ત્રણે એકાંતમાં બેઠાં. શ્રીદેવીએ પૂછ્યું :
વત્સ, ધનશ્રી સાથે નથી આવી.. એનું શું થયું?”
ધનકુમારે અથથી ઇતિ સુધીની વાત સંભળાવી દીધી. વૈશ્રમણ અને શ્રીદેવી ધનશ્રીના કાળાં કામ સાંભળીને થીજી ગયાં.
વૈશ્રમણે કહ્યું : “વત્સ, કલ્પવૃક્ષ પર કારેલાની વેલ ના શોભે. ક્યાં તું અને ક્યાં આ પાપાત્મા? એનાથી તું છૂટી ગયો, સારું થયું. એનાથી ચઢિયાતી, રૂપે-ગુણે પરિપૂર્ણ એવી બીજી શ્રેષ્ઠી કન્યા સાથે તારો વિવાહમહોત્સવ રચાવીશું!'
રાહ જ ક
શ્રી સમરાદિત્ય મહાકથા
UCU
For Private And Personal Use Only