________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૮૫
મનોહર પ્રભાત હતું. વૈશાખી પૂર્ણિમાનો બીજો દિવસ ઊગ્યો હતો. ધનકુમારે નિદ્રાત્યાગ કર્યો. પ્રભાતિક કાર્યોથી પરવારી તેણે માતા-પિતાનાં ચરણોમાં વંદના કરી. પિતા-પુત્ર સાથે બેસી દુગ્ધપાન કર્યું. વૈશ્રમણે કહ્યું : “વત્સ, જે યક્ષરાજના અનુગ્રહથી તું કુશળ-ક્ષેમ પાછો આવ્યો છે, મરણાંત કષ્ટોમાંથી પાર ઊતર્યો છે, એ ધનદેવ યક્ષરાજની મહાપૂજાનું આજે આયોજન કર્યું છે. સ્નેહી, સ્વજનો, મિત્રો વગેરેની સાથે મંદિરે જવાનું છે અને તારે ત્યાં યક્ષરાજની પૂજા કરવાની છે. દીનઅનાથ જનોને દાન આપવાનું છે. પછી સહુએ સાથે બેસી ત્યાં પ્રીતિભોજન કરવાનું છે.”
અહીંથી આપણે ક્યારે નીકળવાનું છે?” “બીજા પ્રહરના પ્રારંભે.” હું સ્નાનાદિથી નિવૃત્ત થાઉં છું.' શ્રીદેવી અને વૈશ્રમણ ધનદેવ યક્ષરાજ પ્રત્યે દઢ શ્રદ્ધા ધરાવતા હતા. યક્ષ તેમના આરાધ્ય દેવ હતા. સુખમાં-દુઃખમાં તેઓ યક્ષરાજના દર્શને અચૂક જતા હતા. મહાપૂજા કરતા હતા. યક્ષરાજના અનેક પ્રભાવો તેમણે તેમના જીવનમાં અનુભવ્યા હતા.
બીજા પ્રહરનો પ્રારંભ થયો. સેંકડો સ્નેહી, સ્વજનો અને મિત્રો સાથે ધનકુમાર અને શ્રીદેવી-વૈશ્રમણ યક્ષરાજના મંદિરે પહોંચ્યા, મહોત્સવ રચાયો. મહાપૂજા થઈ, પ્રીતિભોજન થયુંઅને સહુ પોત-પોતાના સ્થાને ગયા.
ધનકુમારે વૈશ્રમણને કહ્યું : “હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં પરિભ્રમણ કરી, ઉચિત સમયે ઘેર આવી જઈશ.”
વૈશ્રમણે કહ્યું : “વત્સ, યથેચ્છ પરિભ્રમણ કરજે.” ધનકુમારે સિદ્ધાર્થ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પૂર્વોત્તર વિભાગમાં તે આગળ વધ્યો. ત્યાં તેણે એક વિશાળ અશોકવૃક્ષની છાયામાં એક યુવાન શ્રમણ શ્રેષ્ઠને જોયા. તેઓ સમાધિસ્થ બેઠા હતા. તપશ્ચર્યાથી અને સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાથી તેમનું શરીર કૃશ થયેલું હતું, છતાં તેમની દેહકાન્તિ તપેલા સોના જેવી હતી. એમના અંગ પર શ્વેત વસ્ત્ર હતું. તેમના સુંદર મુખ પર સૌમ્યતાનો શણગાર હતો. તેઓ કોશલ દેશના રાજા વિનયંધરના પુત્ર યશોધર હતા. તેઓએ અક્ષય આનંદની પ્રાપ્તિ માટે, પરિશધ
ભાગ-૨ # ભવ ચોથો
UES
For Private And Personal Use Only