________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પ્રાપ્ત ભોગસુખોને ત્યજી દીધાં હતાં. તેમને મુક્તિ જોઈતી હતી. અમરત્વ જોઈતું હતું. પરમાનંદ જોઈતો હતો.
ધનકુમારે મહામુનિ યશીધરને જોતાં જ રોમાંચ અનુભવ્યો. હૃદય પ્રમુદિત થયું. ધર્મભાવના વિકસિત થઈ. તેણે “અત્યgvi વંફારિ' કહીને ભાવપૂર્વક વંદના કરી. ત્યાર પછી વિનયપૂર્વક યથાસ્થાને બેસી ગયો.
યશોધર મહામુનિએ કમલસદશ નયનો ખોલ્યાં. જમણો હાથ ઊંચો કરી ‘ધર્મલામ'નો આશીર્વાદ આપ્યો. મહામુનિએ કરુણાભીની આંખો ધનકુમાર પર માંડી. અનુમાન કર્યું : “આ મહાનુંભાવની દેહાકૃતિ કલ્યાણકારી છે અને રૂપસંપદા પ્રશાન્ત છે... હૃદય નિર્મળ છે.”
ધનકુમારે નમ્રતાથી મધુર શબ્દોમાં પૂછુયું : હે મુનિશ્રેષ્ઠ, સાક્ષાત્ કામદેવને પરાજિત કરી દે તેવું અદ્દભુત રૂપ છે આપનું, એ જ પ્રમાણે આપની પાસે અપાર વૈિભવ હશે... વૈષયિક સુખો હશે.. પછી આપે શા માટે એનો ત્યાગ કર્યો? શા માટે આ દુષ્કર વ્રતોવાળી દીક્ષા લીધી? શા કારણે વૈરાગ્ય થયો? કૃપા કરી મને સમજાવો.”
“મહાનુભાવ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો આ સંસાર જ વૈરાગ્યનું નિમિત્ત નથી શું?”
મહાત્મનું, એ કારણ તો સર્વજન સાધારણ છે. હું તો આપનું વ્યક્તિગત વિશેષ કારણ પૂછું છું.' ‘કુમાર, મારું પોતાનું ચરિત્ર જ વિશેષ કારણ છે!' ભગવંત, વૈરાગ્યનું કારણભૂત આપનું ચરિત્ર સાંભળવાની મારી ઉત્કટ અભિલાષા છે.”
૦ ૦ ૦ અતિ પ્રાચીનકાળની વાત છે. મારા નવમા ભવની વાર્તા છે.
એ કાળે ને એ સમયે વિશાલા નગરી ભારતની પ્રમુખ નગરીઓમાંની એક સમૃદ્ધ નગરી હતી. એનું મહત્ત્વ માત્ર જનસંખ્યાથી ન હતું, પરંતુ વેપાર-ઉદ્યોગથી હતું.
વિશાલાના મહારાજા અમરદત્ત પરાક્રમી અને પ્રતાપી રાજવી હતા. મહારાણીનું નામ હતું યશોધરા, અને એમના રાજકુમારનું નામ હતું સુરેન્દ્રદત્ત. સુરેન્દ્રદત્ત એટલે હું! આ ભવથી માંડીને એ ભૂતકાળનો નવમો ભવ હતો.
મારા પિતાજી વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યા. લોકોત્તર આત્મહિત સાધી લેવા તત્પર બન્યા. તેમની ઇચ્છા હતી કે મારાં લગ્ન થઈ જાય પછી મારો રાજ્યાભિષેક કરી, તેઓ પ્રવ્રજ્યા સ્વીકારે. શ્રી સમરાદિત્ય મહાકથા
પc૭
For Private And Personal Use Only