________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાકેત નગરની રાજકુમારી નયનાવલી સાથે મારાં લગ્ન થયાં. ધૂમધામથી લગ્ન થયાં. દેશ-દેશાત્તરથી રાજાઓ, સામંતો અને માંડલિકો આવ્યા. વિવિધ પ્રકારની ભેટો આપી.
નયનાવલીનું વિશાલાના રાજમહેલમાં પ્રેમથી સ્વાગત થયું. નયનાવલીનું અદ્દભૂત સૌન્દર્ય, નીલમ મણિ જેવા ઉજ્જલ નેત્ર, સોનાના તાર જેવો ચમકતો કેશસમૂહ, સ્ફટિક જેવી ઘવલ ગોરી-ગોરી કાન્તિ અને સુગઠિત સુસ્પષ્ટ દેહયષ્ટિ જોઈને રાજમહેલનો સ્ત્રીવર્ગ મુગ્ધ થઈ ગયો.
નયનાવલી સાકેતના રાજમહેલના સ્વસ્થ અને સ્વતંત્ર વાતાવરણમાં ઊછરેલી હતી. તે અભિમાની હતી, સાથે જ વિલાસિની હતી. અનેક કળાઓ એણે પ્રાપ્ત કરેલી હતી. મારી માતા યશોધરા, કે જે એક વિદુષી સ્ત્રી હતી, નયનાવલી એ એનું ચિત્ત પણ ચોરી લીધું હતું... પછી મારી તો વાત જ શી! હું એના મોહપાશમાં જકડાઈ ગયો.
મારો રાજ્યાભિષેક કરી, પિતાજીએ દીક્ષા લીધી. હું સમ્યગદર્શન પામ્યો. મને વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થયું. વિશુદ્ધ ગુરુતત્ત્વનો બોધ થયો. સાચા ધર્મતત્ત્વને હું પામ્યો... મારી સમજણ ખૂબ સ્પષ્ટ થઈ, પરંતુ આચરણમાં કંઈ જ ન હતું. આચરણમાં હતા રંગ-રાગ ને ભોગવિલાસ. પાર વિનાનાં શ્રેષ્ઠ વૈષયિક સુખોમાં મારા યૌવનનો મોટા ભાગનો કાળ પસાર થઈ ગયો.
રાજમહેલોની વિશિષ્ટ રહેણી-કરણી મુજબ પ્રતિદિન રાજાના કેશકલાપને, રાજાની પ્રિય રાણી શણગારતી. કેશને ધોવા, સાફ કરવા, તેલનું અમ્પંગન કરવું. પછી એમાં પાંથી પાડી કેશને શોભાયમાન કરવા... વગેરે રાણી કરતી હતી. એક દિવસ નયનાવલી મારા કેશકલાપમાં પાંથી પાડી રહી હતી, પાસે જ એની દાસી સારસિકા ઊભી હતી. તેણે મારે માથે ધર્મદૂત' ને જોઈ લીધો. નયનાવલીએ એને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું. પરંતુ દાસીના પેટમાં વાત ટકે ખરી? બે દિવસ પછી એ દાસીએ આવીને મને કહ્યું : “મહારાજા, ધર્મદૂત આવી ગયો છે!' સાંભળીને મેં દરવાજા તરફ જોયું.. કોઈ દેખાયું નહીં. દાસીએ હસતાં હસતાં કહ્યું : “મહારાજા, દ્વાર પર નહીં, મસ્તક પર આવ્યો છે!'
ઓહો... શું માથે સફેદ વાળ આવ્યો? મેઘશ્યામ કેશકલાપમાં શ્વેત વાળનું આગમન થયું? યૌવનનો કાળ તીવ્રગતિથી પસાર થાય છે. જીવન અને યૌવન ક્ષણે-ક્ષણે નાશ પામતું જાય છે...'
દાસી ચાલી ગઈ.. મારું અંતર મંથન અવિરત ચાલતું રહ્યું. “મારે હવે પ્રમાદ ના
VEC
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only