________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવો જોઈએ. દિવસ વીતે છે, રાત આવે છે, રાત ચાલી જાય છે... ને દિવસ આવે છે. દિવસ-રાતનું આ અવિરત ચક્ર ચાલી રહ્યું છે... જીવનના યૌવનકાળનાં કેટલાં વર્ષો પસાર થઈ ગયાં? માત્ર વૈષયિક સુખો જ મેં ભોગવ્યાં. લયલીન બનીને ભોગવ્યાં. ક્યારેય પણ મેં આત્માનો વિચાર ના કર્યો... પરલોકનો પણ વિચાર ના કર્યો.
મૃત્યુની અનિવાર્યતા ના વિચારી. મૃત્યુની અનિશ્ચિતતા પણ ના વિચારી. મૃત્યુ ગમે ત્યાં ને ગમે ત્યારે આવી શકે છે... અને આ દેહનું પિજ૨ અહીં પડી રહે છે, આતમપંખી ઊડી જાય છે.. મૃત્યુ પછી કઇ ગતિમાં મારો જન્મ થશે? મેં વિચાર જ નથી કર્યો. આજે આ દાસીએ મને સારી ચેતવણી આપી. ‘ધર્મદૂત” આવી ગયો છે! જોકે નયનાવલી એ પણ ધર્મદૂત જોયો જ હશે. પરંતુ એ ના કહે! કદાચ એના મનમાં ભય પણ હોય કે હું મારા પિતાના પગલે... પગલે ચારિત્ર લઈ લઉં! પ્રવ્રજ્યા અંગીકાર કરી લઉં! કારણ કે રાજકુમાર હવે યૌવનમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાં લગ્ન કરી, રાજ્યાભિષેક કરી.. હું ચારિત્ર સ્વીકારી શકું છું.
નયનાવલી આ વિચાર કરી શકે એમ છે. જોકે હું જ એને મારી જાગેલી ભાવનાથી પરિચિત કરી દઉં છું. એને મારે અંધારામાં નથી રાખવી. એને મેં અત્યાર સુધી મારી બધી જ વાતો કરી છે. એ પણ એની બધી વાતો મને કરે છે.”
આમ વિચારીને હું રાણીવાસમાં જવા ઊભો થયો હતો, ત્યાં જ નયનાવલી મારા ખંડમાં પ્રવેશી. મને આનંદ થયો. તે આવીને, મારું અભિવાદન કરીને, મારી પાસે ભદ્રાસન પર બેઠી.
દેવી, હું હમણાં તારી પાસે રાણીવાસમાં આવતો હતો!' “અત્યારે?”
હા, ઉઠવાની જ તૈયારીમાં હતો...' કોઈ ખાસ પ્રયોજન?' હૃદયમાં ઊઠેલા શુભ ભાવોનું નિવેદન કરવા!' એવા તે કેવા શુભ ભાવ પ્રગટ્યા છે આપના હૃદયમાં!'
દેવી, તે તો ના કહ્યું કે “ધર્મદૂત આવી ગયો છે. પરંતુ દાસી સારસિકા એ મને કહી દીધું...”
“મેં એને સ્પષ્ટ ના પાડી હતી.'
“એને ઉપાલંભ ના આપીશ, એણે મારા ઉપર ઉપકાર કર્યો છે. ઘોર પ્રમાદમાં પડેલા... મને એણે જાગ્રત કર્યો! દેવી, આમેય હવે યૌવનનો સૂર્ય અસ્તાચલ તરફ શ્રી સમરાદિત્ય મહાકથા
UCG
For Private And Personal Use Only