________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢળ્યો છે. જીવનનો કોઈ ભરોસો નથી... આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. તો હવે આત્મહિત સાધી લેવું જોઈએ...' “સાચી વાત છે આપની..' નયનાવલી નીચી દૃષ્ટિએ બોલી.
હું ચારિત્રધર્મ સ્વીકારવા વિચારું છું... જે માર્ગ પિતાજીએ લીધો, જે માર્ગ એમના પણ પૂર્વજોએ લીધો, એ માર્ગ... ચારિત્રમાર્ગ હું લેવા ઇચ્છું છું...' | નયનાલીની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેણે તરત આંસુ લૂછી નાખ્યાં ને કહ્યું :
“સ્વામીનાથ, આપ ચરિત્રધર્મ સ્વીકારશો તો હું પણ ચારિત્રધર્મ સ્વીકારીશ. આપ સંસારવાસ ત્યજીને ચાલ્યા જાઓ, પછી મારે કોના માટે સંસારમાં રહેવાનું? આપના વિના આ સંસારમાં મને ક્ષણ પણ રહેવું ના ગમે...”
નયનાવલીના શબ્દોએ મને હર્ષથી ગદ્દગદ કરી દીધો. એના મારા પ્રત્યેના સમર્પણભાવ ઉપર હું ઓવારી ગયો... મેં વિચાર્યું :
નયનાવલીનો મારા ઉપર કેવો પ્રગાઢ અનુરાગ છે! કોઈ કચાશ નથી એના અનુરાગમાં. સાથે સાથે એના હૃદયમાં આત્મકલ્યાણની પણ ભાવના ભરી પડેલી છે... નહીંતર, આજે મારી ચારિત્રની ભાવના જાણતાંની સાથે જ એણે પણ એ ભાવનાને વધાવી લીધી. એ ના બની શકે, ચારિત્રધર્મ સ્વીકારવો, એ કોઈ ખાવાના ખેલ નથી. દુષ્કર વ્રતોનું પાલન કરવું.... જેવાતેવા માણસનું કામ નથી. ખરેખર, નયનાવલી વિવેકી છે... એ સારા-નરસાનો, સાર-અસારનો વિવેક કરી શકે છે.... તેના મનમાં આ વિવેક પડેલો જ હશે. સંસારની અસારતા અને ચારિત્રધર્મની ઉપાદેયતા અને સમાયેલી જ હોવી જોઈએ.
મેં કહ્યું : “દેવી, ચારિત્રધર્મ સ્વીકરાવાનો તેં તત્કાલ નિર્ણય કરી લીધો કંઈ?'
નહીં મારા નાથ, મેં તો પહેલાં પણ આપને કહેલું કે આપ જે દિવસે સંસારત્યાગ કરશો, એ જ દિવસે... ને એ જ ક્ષણે હું પણ સંસારત્યાગ કરીશ! હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ.”
હું અપલક નેત્રે નયનાવલીને જોઈ રહ્યો. વૈરાગી બનેલી રાણી ઉપર મારો રાગ વધી ગયો..” આ રાણી ખરેખર સ્ત્રીરત્ન છે. મારી એક-એક ઇચ્છાને એ અનુસરે છે! જે મારી ઇચ્છા, એ જ એની ઇચ્છા! જે મારો અભિપ્રાય, એ જ એનો અભિપ્રાય! દુનિયામાં ઘણી દુર્લભ વાત છે આ. પુણ્યોનો પ્રકર્ષ હોય તો જ આવી પત્ની મળે! અમારા બંનેનો એક જ સ્વભાવ.... અને એક જ વિચાર! ક્યારેય પણ...” આટલાં વર્ષોનાં દાંપત્યજીવનમાં મારા વિચારથી એનો જુદો વિચાર મેં જાણ્યો નથી. ક્યારેય
ઉ00
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only