________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ એણે મારી ઇચ્છાથી વિપરીત ઇચ્છા વ્યકત કરી નથી.
મારા સુખે એ સુખી રહે છે, મારા દુ:ખે એ દુઃખી થઈ જાય છે. એનાં પોતાનાં જાણે સુખ-દુઃખ છે જ નહિ! ક્યારેય પણ એણે પોતાનાં સુખ-દુઃખનો વિચાર કર્યો નથી... આજે મેં ચારિત્રનો કષ્ટમય માર્ગ લેવાની વાત કરી, તો એણે એમ ના કહ્યું કે ચારિત્રનો માર્ગ તો કષ્ટનો માર્ગ છે, મારાથી એ માર્ગ ગ્રહણ નહીં કરી શકાય.. ના, હું કષ્ટ સહીશ... તો એ કષ્ટ સહન કરવાની..
દેવોને પણ ઇર્ષ્યા થાય, એવો મારો ભાગ્યોદય છે! કદાચ દેવરાજ ઇન્દ્રને પણ આવી ઇન્દ્રાણી નહીં મળી હોય... | નયનાવલીએ કહ્યું : “સ્વામીનાથ, જ્યાં સુધી રાજકુમારનાં લગ્ન ન થાય, એનો રાજ્યાભિષેક ના થાય, ત્યાં સુધી તો...?” ‘દેવી, ત્યાં સુધી આપણે ચારિત્ર નહીં લઈએ...'
જો કે મારી તો આજે પણ તૈયારી છે. મને કોઈ પુત્રમોહ નથી. અને હું પરણાવીશ તો જ પરણશે.. એવું હું માનતી નથી. આપ રાજ્યાભિષેક કરશો તો જ એ રાજા બનશે... એવું પણ હું માનતી નથી... મહારાજા, આજે મૃત્યુ આવી જાય. આપણને બંનેને... તો શું કુમાર કુંવારો રહેશે? એ રાજા નહીં બને? પરંતુ લોકવ્યવહાર પણ આપણે જોવો પડે છે. માટે મેં પૂછ્યું કે કુમારના વિવાહ અને રાજ્યાભિષેક કરીને પછી આપણે ચારિત્રમાર્ગે જવાનું છે ને?'
‘દેવી, તમારી જીવન અંગેની, ધર્મ અંગેની અને મૃત્યુ અંગેની સમજણ ઘણી ઊંડી છે! જેવી રીતે વૈષયિક સુખભોગમાં તમારી વ્યાપક હોશિયારી છે... ! તમે મને એકધારી રીતે કેવાં દિવ્ય ભોગસુખ આપ્યાં છે? આપી રહ્યાં છો?'
અમારી વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં કાળનિવેદકે આવીને કહ્યું : “મહારાજા, સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં છે!'
કાળનિવેદક તો નિવેદન કરીને ચાલ્યા ગયો, પરંતુ મને ઊંડા વિચારમાં નાખતો ગયો..' સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં છે.' આ શબ્દોએ મને જીવ અંગેના આધ્યાત્મિક ચિંતનમાં પ્રેરિત કર્યો. કારણ કે એ દિવસ મારો જાણે આધ્યાત્મિક અને વૈરાગ્યપૂર્ણ વિચાર માટે જ ઊગ્યો હતો. મારું સમગ્ર વ્યક્તિત્વ અંતર્મુખ બની ગયું હતું. સમગ્ર દૃશ્ય અને શ્રાવ્ય મારા માટે વૈરાગ્યના નિમિત્ત બની ગયાં હતાં. કાળનિવેદકના શબ્દોએ મને ‘જીવનનો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે!” આ ભાવમાં પ્રેરિત કર્યો.
સૂર્ય રોજ ઊગે છે ને આથમે છે...
અનાદિકાળથી આ ક્રમ ચાલુ છે... શ્રી સમરાદિત્ય મહાકથા
G09
For Private And Personal Use Only