________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જીવ પણ જન્મે છે ને આથમી જાય છે! છેઆ ક્રમ પણ અનાદિકાળથી ચાલુ છે...
આ જન્મ-જીવન અને મૃત્યુનો અનાદિકાળથી ક્રમ છે. એ ક્રમ તોડી શકાય છે. સૂર્યના ઉદય-અસ્તનો ક્રમ તોડી શકાય એમ નથી. એ ક્રમ અનાદિ-અનંત છે, જન્મ અને મૃત્યુનો ક્રમ અનાદિ-સાત્ત છે.
પુનઃ પુનઃ જન્મ અને મૃત્યુના ક્રમને તોડવા માટે એક જ ઉપાય છે : સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. તીર્થકરોએ આ જ એક ઉપાય બિતાવ્યો છે.
આ ઉપાય માત્ર મનુષ્યજીવનમાં જ સંભવિત છે. બીજી કોઈ ગતિમાં આ ઉપાય શક્ય જ નથી....
કે મારું મનુષ્યજીવન અસ્તાચલ તરફ ઢળતું જાય છે! સાવધાન કરવા “ધર્મદૂત' આવી ગયો છે! હું ધર્મદૂતનું સ્વાગત કરું છું.
હું એકલો જ નહીં, સાથે નયનાવલી પણ ચારિત્રધર્મ અંગીકાર કરશે.. અમને બંનને રાજા-રાણીને ચારિત્રધર્મ સ્વીકારતા, લોકો જોશે.. એમાંથી ઘણાં સ્ત્રીપુરુષોને ચારિત્રધર્મ સ્વીકારવાની પ્રેરણા મળશે
મારું ચિંતન ચાલતું જ રહેત, પરંતુ નયનાવલીએ કહ્યું : “સ્વામીનાથ, હું વાસગૃહમાં જાઉં છું, આપ પણ પધારજો...” મેં કહ્યું : “હું આવું છું.”
એક
જે
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only