________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સાંભળ્યું છે, માન્યામાં નથી આવતું.”
હું પણ માની શકતો નથી, છતાં જો વાત સાચી હોય તો ધનશ્રી સાથે કુમારનાં લગ્ન કરવામાં મને વાંધો લાગતો નથી...”
ધનશ્રી, નગરની શ્રેષ્ઠ કન્યાઓમાંની એક કન્યા છે. આપણા ઘરમાં પુત્રવધૂ બનીને આવે તો શોભે!”
તો હું કુમારને પૂછી જોઉં કે તમે પૂછી લેશો?” “હું પૂછી લઉં છું.' શ્રીદેવીએ કહ્યું,
શ્રીદેવીએ ધનકુમારના ખંડમાં જઈને ધનકુમાર સાથે ખૂબ પ્રેમથી વાત કરી. ધનકુમાર સરળ હૃદયનો યુવક હતો. જે વાત બની હતી, તે માતાને કહી સંભળાવી.
“વત્સ, તારા પિતાજીને હું વાત કરું છું. તેઓ શ્રેષ્ઠી પૂર્ણભદ્ર પાસે જઈને, ધનશ્રીની તારા માટે માગણી કરશે. મને વિશ્વાસ છે કે પૂર્ણભદ્ર ના નહીં પાડે, ઉપરથી રાજી થશે...! આમેય આપણા ઘર સાથે તેમનો સંબંધ ઘનિષ્ઠ છે.”
કંઈક વિચાર કરીને ધનકુમારે કહ્યું : “માતાજી, મારો આગ્રહ નથી કે ધનશ્રી સાથે જ મારે લગ્ન કરવાં છે. આપ બંનેને જો આ સંબંધ યોગ્ય લાગતો હોય, તો જ કરજો.. આ તો જે વાત બની છે, તે મેં કહી છે.'
શ્રીદેવીની આંખોમાં હર્ષનાં આંસુ આવ્યાં. તેણે પુત્રને પોતાના બાહુપાશમાં લઈ સ્નેહ વરસાવ્યો. “વત્સ, તારા અસંખ્ય ગુણો પર હું ઓવારી જાઉં છું... અનંત પુણ્યના ઉદયથી અમને તું મળ્યો છે...!'
ધનકુમારના મસ્તકે પુનઃ પુનઃ વહાલ વરસાવી શ્રીદેવી વૈશ્રમણનાં ખંડ તરફ ચાલી ગઈ.
ક
ક
ક
પરી
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only