________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘મારું નામ ધનથી.’
‘માતા-પિતાનો પરિચય?’
‘શ્રેષ્ઠી પૂર્ણભદ્ર મારા પિતા છે અને ગોમતી દેવી મારી માતા છે.’
‘ઓહો! શ્રેષ્ઠી પૂર્ણભદ્ર તો મારા પિતા વૈશ્રમણના ગાઢ મિત્ર છે... મેં એમને અનેક વાર અમારાં ઘરમાં જોયા છે...’
‘હે પ્રિયે, આપ નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર છો? અત્યંત હર્ષિત થઈ છું. ધન્ય બની છું... કારણ કે મેં સુયોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ કર્યો છે...!’
‘એ જ સ્થિતિ મારી છે દેવી! હું પણ તમારી સાથે સ્નેહસંબંધથી બંધાઈ ગયો છું....
‘તો પછી આપણે આપણાં માતા-પિતાને જાણ કરવી જોઈએ... જેથી આપણે લગ્ન-ગ્રંથિથી જોડાઈ શકીએ...’
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સત્ય છે, હું આજકાલમાં જ પિતાજીને વાત કરીશ.'
‘હું પણ મારી માતાને વાત કરીશ.'
‘હવે કદાચ આપણે આ પ્રદેશમાં નહીં મળી શકીએ...’
‘શાથી?’
‘લોકાપવાદ થાય...
‘કેવી રીતે?’
‘આ તારી સખીઓ મૌન નહીં રહી શકે...'
‘સાચી વાત છે આપની...
ધનકુમાર તરફ પ્રેમના કટાક્ષ ફેંકતી ધનશ્રી ત્યાંથી ચાલી ગઈ. ધનકુમાર ત્યાં ઊભો રહી ગયો...
આવી વાતો પવનની પાંખે ચઢીને સર્વત્ર ફેલાઈ જતી હોય છે. કર્ણોપકર્ણ આ વાત નગરશ્રેષ્ઠી વૈશ્રમણના કાને આવી. વૈશ્રમણ વાત માની ના શક્યા... એમને આ વાત સાચી ન લાગી. કારણ કે તેમણે ધનકુમારને વૈયિક સુખો પ્રત્યે વિરક્ત જોયો હતો. ક્યારેય પણ કોઈ કન્યા કે યુવતી તરફ આંખ ઊંચી કરીને જોતાં... જોયો ન હતો. તેમણે શ્રીદેવીને વાત કરી.
‘દેવી, તમે પણ સાંભળ્યું તો હશે જ કે ધનકુમાર, પૂર્ણભદ્ર શ્રેષ્ઠીની પુત્રી ધનશ્રી સાથે પ્રેમ કરે છે...’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૯