________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમાર તેના નિત્યક્રમ મુજબ મદનલીલા ઉદ્યાનના બાહ્ય પરિસરમાં જઈ પહોંચ્યો. શીતલ... મંદ સુગંધ સમીરથી વૃક્ષો ડોલતાં હતાં. ડાલીઓ ઉપરથી પુષ્પ ખરી ખરીને જમીનને સજાવતાં હતાં. ત્યાંનો ભૂમિભાગ પુષ્પમય બની ગયો હતો. કદંબ, ચંપા, નાગકેસર, અશોક, આમ, ગુલાબ... નારિયેળ વગેરે વૃક્ષો એ પ્રદેશની શોભા હતી. વસંતની મકરંદ ગંધથી અને વિવિધ પુષ્પોની સૌરભથી ધનકુમાર મસ્ત બની ગયો.
ત્યાં તેણે ધનશ્રીને, સખીઓની સાથે મદનલલા ઉઘાન તરફ જતી જોઈ. એ એકીટસે ધનશ્રીને જોઈ રહ્યો. એને લાગ્યું કે ધનશ્રીના દેહ પર છએ ઋતુઓ ખીલી ઊઠી હતી! ધનશ્રીએ વિવિધ પુષ્પોનાં કલાપૂર્ણ અને મનોરમ આભૂષણ પહેર્યા હતાં. એ મૂર્તિમતી, સાક્ષાત્ વનશ્રી દેખાતી હતી. એના દેહ પર અંગરાગ કરેલો હતો. એના કેશકલાપમાં કલ્પવૃક્ષનાં ફૂલ ગૂંથેલાં હતાં. એની આંખોમાં કાજલ આંજેલું હતું... એનું પૂર્ણચન્દ્ર જેવું મુખ... ધનુષ જેવી વાંકી ભ્રમર અને નૂતન પલ્લવથી પણ વધુ કોમળ એના હાથ... અનાયાસ જ જોનારાઓનાં મનને મોહી લેતા હતા.
સખીઓ ઉદ્યાનમાં ચાલી ગઈ. ધનશ્રી એકલી, જ્યાં ધનકુમાર ઊભો હતો... એનાથી થોડે દૂર જઈને અશોકવૃક્ષનો ટેકો લઈને ઊભી રહી. થોડી વાર તે જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને ઊભી રહી.. પછી ધીરે ધીરે એણે કમળ જેવી દૃષ્ટિ ઉઠાવી કુમાર સામે જોયું. બંનેની દૃષ્ટિ મળી. બંનેનાં મનમાં અનંગ પ્રગટ્ય.... એકબીજાના સુંદર દેહનું આકર્ષણ પ્રબળ બન્યું.. પરંતુ બેમાંથી કોઈ આગળ ના વધ્યું.. ના એક શબ્દનો ઉચ્ચાર કર્યો... બે ઘટિકા પર્વત મન ત્રાટક રચાયું... અને ધનશ્રી કંઈક કુદ્ધ બની, સડસડાટ ત્યાંથી ચાલી ગઈ.
ધનકુમાર સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. તેના ચિત્તમાં વિચાર આવ્યો : “આ અદ્વિતીય લાવણ્યમયી કિશોરી, મને ચાહે છે – એ તો નક્કી છે. મારા હૃદયમાં પણ એના પ્રત્યે સ્નેહભાવ પ્રગટ્યો છે, તો હું એના કુળ અને ગોત્રને જાણીને પિતાજીને નિવેદન કરું. પિતાજી એના પિતા પાસે એની માગણી કરે.. અને એના પિતા. માની જાય તો અમારા મનોરથ સિદ્ધ થાય. અમે પતિ-પત્ની બની શકીએ....”
ધનકુમાર વિચાર કરતો હતો. ત્યાં જ ધનશ્રી એની સખીઓ સાથે ઉઘાનમાંથી બહાર નીકળી, એના જ તરફ આવવા લાગી. કુમાર પણ પચાસ પગલાં સામે ગયો... કુમારને સામે આવતો જોઈ, ધનશ્રીના મનમાં આનંદ થયો. એક આમ્રવૃક્ષની નીચે બંને ઊભા રહ્યાં, સખીઓ થોડે દૂર જઈ ગુપચુપ વાતો કરવા લાગી.
‘દેવી... શું હું આપનું નામ જાણી શકું?” બહું જ શિષ્ટ ભાષામાં ધનકુમારે પૂછયું. પ૧૮
ભાગ-૨ ભવ ચોથો
For Private And Personal Use Only