________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમદેવનો પ્રેમ ઇર્ષામાં બદલાઈ ગયો. તેણે સ્ત્રીવર્ગમાં ધનશ્રી અને ધનકુમારના પ્રેમની વાત વહેતી મૂકી. જોકે એના મનમાં ભય તો પેસી જ ગયો હતો... ઘનશ્રીથી એ ડરવા લાગ્યો હતો. ભૂલેચૂકે પણ ધનશ્રીની દૃષ્ટિમાં ના આવી જવાય, એ રીતે માર્ગ પર ચાલતો હતો.
મોટા ઘરની વાતો ચોરે ચૌટે તો થાય નહીં એટલે સ્ત્રીઓ અને પુરુષો ઘરમાં બેસીને ધનશ્રી અને ધનકુમારના પ્રેમની ચર્ચાઓ કરવા લાગ્યા. વધારે નિંદા ધનશ્રીની થવા લાગી. કારણ કે એ રૂપગર્વિતા હતી! સ્ત્રીઓને આમેય બીજી રૂપવતી સ્ત્રીની ઇર્ષ્યા સહજ પણ હોય છે.
ધનકુમારની કોઈ નિંદા કરતું નથી. સહુ સ્ત્રી-પુરુષો એની પ્રશંસા જ કરે છે. ધનકુમાર એવું શ્રેષ્ઠ પુણ્યકર્મ ઉપાર્જન કરીને આવ્યો છે. નગરમાં સર્વત્ર એનો યશ લાયો છે. સાથે સાથે ધનકુમારની ઉઘરતાએ નગરવાસીઓનાં હૃદય જીતી લીધાં છે.
ધનશ્રીના ચિત્તમાં દ્વિધા ઉત્પન્ન થઇ. રાગ અને દ્વેષનું દ્વન્દ્ર રચાયું. શરીર પ્રત્યે અનુરાગ પ્રગટ્યો હતો. આત્મા પ્રત્યે દ્વેષ જાગ્યો હતો. સુદઢ, સુંદર અને સપ્રમાણ ધનકુમારના દેહને જોઇ ધનશ્રી વિકારપરવશ બની ગઇ. દિવસ ને રાત. બસ, એને ધનકુમાર જ દેખાવા લાગ્યો. એની સાથેની પ્રતીક્રિડાની કલ્પનાઓ કરીને તે ઉન્મત્ત બનવા લાગી. ધનકુમારની બલિષ્ઠ ભુજાઓમાં જકડાઇ જવા તે તરફડવા લાગી...
બીજી બાજુ, જ્યારે તેનો ઉન્માદ શમી જતો હતો, વાસના ઉપશાન્ત થઇ જતી હતી... ત્યારે તેના ચિત્તમાં ધનકુમાર પ્રત્યે અણગમો પેદા થતો હતો.. તેષ અને ધિક્કાર જન્મતો હતો... “આ તો મારો જન્મ-જન્મનો વેરી છે, શત્રુ છે.. હું એનું મુખ પણ જોવા નથી ઇચ્છતી...’ આવા વિચારોના વંટોળમાં તે ઘેરાઇ જતી હતી, પરંતુ એની સાથે હું પ્રેમ કરીશ. એની સાથે યથેચ્છ સુખો ભોગવીશ. એને હું વશ કરી લઇશ.. વિશ્વાસમાં લઈ લઈશ.” અને પછી એને ઊંડા કૂવામાં ધકેલી દઈશ, આમફળ ચૂસીને જેમ ગોટલો ફેંકી દેવાય, એ રીતે...' એની સમગ્ર વિચારધારા કુત્સિત, કુટિલ અને કપટપૂર્ણ હતી.
એણે જાણી લીધું હતું કે ધનકુમાર દિવસના બીજા પ્રહરમાં મદનલીલા ઉદ્યાનના બાહ્ય પરિસરમાં પરિભ્રમણ કરવા જાય છે. એકલો જ જાય છે. તેણે વિચાર્યું : “હું પણ સખીઓ સાથે આવતી કાલે એ જગ્યાએ જાઉં... સખીઓને ઉદ્યાનમાં મૂકીને હું એકલી જ એની આસપાસ પરિભ્રમણ કરું. જોઉં કે એ મારી સમક્ષ પ્રેમનિવેદન કરે છે કે કેમ? નહીંતર બે દિવસ પછી હું એની પાસે મારા પ્રેમનું નિવેદન કરીશ..”
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only