________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખીઓની સાથે હસી પડી. તેણે કહ્યું : “કહો, રાજાધિરાજ! તમને અભય છે!”
હું કોઇ રાજાધિરાજ નથી, આપનાં ચરણોનો દાસ છું. મને આપનાં ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવા દો.” એ ઇન્દ્ર ખરેખર ત્યાં ધનશ્રીના સામે હાથ જોડી, મસ્તક નમાવી બેસી ગયો.
ધનશ્રી થોડી ભયભીત થઇ. એને લજ્જા આવી ગઈ. તે બોલી : “અરે, તમે આ શું કરો છો? ઊઠો અહીંથી...'
ઇન્દ્ર બોલ્યો : “દેવીની આરાધના કરી રહ્યો છું! તમારી અપ્રતિમ છબી મારાં લોહીના પ્રત્યેક બિંદુમાં વ્યાપ્ત થઇ ગઇ છે. ક્ષમા કરો દેવી, આ ઇન્દ્ર તમારી દાસ છે...'
અને ધનશ્રીની આંખોમાં આગની જ્વાળા પ્રગટ થઇ. તેણે ઇન્દ્રને ધિક્કારી કાઢ્યો : “અરે દુષ્ટ ક્ષત્રિયપુત્ર, તું મારા માર્ગમાંથી દૂર થઈ જા, નહીંતર...' ધનશ્રીએ ઇન્દ્રના માથા પર પાદપ્રહાર કરી દીધો... પોતાની સખીઓને કહ્યું : “અરે! તમે શું જોયા કરો છો, આ પ્રેમી પતંગિયાને પાદપ્રહારથી ચગદી નાખો. અને સખીઓએ જોરજોરથી એના પર પાદપ્રહારો કરવા માંડ્યા. ઇન્દ્ર જમીન પર ઢળી પડ્યો. તેના મુખમાંથી લોહી વહેવા માંડ્યું... ધનશ્રી એના પર થૂકીને આગળ ચાલી ગઈ...'
એ તો સારું થયું કે વાત આગળ ના વધી. તે ઘનશ્રીના પિતાને જાણે છે? રાજા સુધન્વાનો માનીતો શ્રેષ્ઠી પૂર્ણભદ્ર ધારત તો એ પ્રેમી પંખીડાને પિંજરામાં પૂરી દેત!”
મિત્ર સોમદેવ, તારે જો પિંજરામાં પૂરાવું હોય... અને એ રૂપગર્વિતા ધનશ્રીના પાદપ્રહારથી ધન્ય બનવું હોય તો જા એની પાસે અને તારા પ્રણયનું નિવેદન કર!” બધા મિત્રો હસી પડ્યા. સોમદેવ શરમનો માર્યો નીચું મોં કરીને બેસી રહ્યો.
વીરદેવે કહ્યું : “જો ધનશ્રી નગરશ્રેષ્ઠીના પુત્ર ધનકુમારને ચાહે છે, તો સરખે સરખી જોડી જામશે. ધનકુમારને આપણે જાણીએ છીએ. ઓળખીએ છીએ. ધનશ્રીના રૂપગર્વિનું ખંડન કરી નાખે તેવી રૂપસંપદા ધનકુમારની છે. ધનશ્રીના ધનગર્વનું મથન કરી નાખે તેટલી અપાર ધનસંપત્તિ ધનકુમાર પાસે છે. અને નગરશ્રેષ્ઠી વૈશ્રમણ એટલે...? સુશર્મનગરમાં એ શ્રેષ્ઠીએ કોઇને નિર્ધન રહેવા દીધો નથી, કોઇને અનાથ રહેવા દીધો નથી. મહારાજા સ્વયં વૈશ્રમણાને સન્માન આપે છે! શ્રેષ્ઠી પૂર્ણભદ્ર તો વૈશ્રમણને પોતાના માલિક માને છે. માટે ધનશ્રી ધનકુમાર સાથે વિવાહ કરે એ સર્વથા ઉચિત છે.”
0 0 0
૧૬
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only