________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રી.” સોમદેવની જીભ થોથવાઈ ગઈ.. “શું થયું ધનશ્રીનું? અને તારે તથા ધનશ્રીને શો સંબંધ?' વીરદેવ બોલી ઊઠયો. ધનશ્રીને હું ચાહતો હતો...” પણ ધનશ્રી તને ચાહતી હતી?' વીરદેવે પૂછ્યું. તે હું નથી જાણતો...' “તેં એને ક્યારેય તારા પ્રેમનું નિવેદન કર્યું હતું ખરું?' “ના...' તો પછી?”
ધનશ્રી નગરશેઠના પુત્ર ધનકુમાર સાથે પ્રેમ કરવા લાગી છે, મેં આજે મારી સગી આંખે એ બેને એકાંત પ્રદેશમાં ઊભેલાં જોયાં. મંત્રીપુત્ર કૌશલ હસી પડયો.... તે બોલ્યો :
મારા બુદ્ધિમાન મિત્ર, તો શું ધનશ્રી ધનકુમાર સાથે પ્રેમ ના કરી શકે? શું એ પ્રેમ કરવા સ્વતંત્ર નથી? તારે મરવાની શી જરૂર?'
સોમદેવ હતોત્સાહ થઈ ગયો. તે જમીન પર દ્રષ્ટિ સ્થિર કરી બેસી રહ્યો. કમલે બે હાથે એનું મોટું ઊંચું કરીને કહ્યું : “મારા પ્રેમરસનિમગ્ન મિત્ર, શું ધનશ્રી સાથે લગ્ન કરવાનાં તું સ્વપ્ન જોતો હતો? જરા અરીસામાં તારું મોઢું તો જો! જરા ધનશ્રી પાસે જઈને વાત તો કરી જો! પસીનો છૂટી જશે. હા.... એ રૂપગર્વિતા કિશોરીને તેં જોઈ છે ને? હજાર આંખો એને જુએ છે, એણે ક્યારેય આંખ ઊંચી કરીને કોઈની સામે જોયું છે ખરું? જ્યારે એ રાજમાર્ગ પરથી પસાર થાય છે ત્યારે એની આંખો યોગીની આંખો હોય છે. જમીન પર દૃષ્ટિ સ્થિર રાખીને ચાલી જાય છે. છે કોઈની હિંમત કે એ એની સામે જઈને ઊભો રહે? એની પાસે પ્રેમની યાચના કરે?'
વીરદેવે કહ્યું : “તને પેલા ક્ષત્રિયપુત્ર ઈન્દ્રનો વૃત્તાંત સ્મૃતિમાં છે? યાદ કર. નગરના પ્રવેશદ્વારે એ ધનશ્રીએ એની કેવી ફજેતી કરી હતી? તારી જેમ એ પણ ઘનશ્રીના ચળકતા રૂપનું પતંગિયું બન્યો હતો. ઘનશ્રી બહારથી નગરમાં આવતી હતી. એની પાંચ સખીઓ સાથે હતી. ક્ષત્રિયપુત્ર ઇન્ડે સાહસ ભેગું કરીને, ધનશ્રીને માર્ગમાં રોકી... અને કહેવા લાગ્યો :
દેવી ધનશ્રીની સેવામાં ઇન્દ્રનાં અભિવાદની દેવી પ્રસન્ન થાઓ.” ધનશ્રી બે ડગલાં પાછી હટી ગઇ. સ્વસ્થતાથી તેણે પૂછયું : ‘તું કોણ છે? ને કેમ માર્ગની વચ્ચે ઊભો છે?”
હું ક્ષત્રિયપુત્ર ઇન્દ્ર છું. જો અભયદાન આપો ત નિવેદન કરું... ' ધનશ્રી શ્રી સમરાદિત્ય મહાકથા
|
|
For Private And Personal Use Only