________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ]
શોમદેવ, આજે કેમ તારું મોં ઊતરી ગયું છે? કંઈ બોલતો નથી... હસતો નથી, હસાવતો નથી.” મંત્રીપુત્ર કૌશલ બોલ્યો.
“થયો હશે બાપની સાથે ઝઘડો, બીજું શું?’ સેનાપતિપુત્ર કમલે સોમદેવની પાસે બેસીને એની પીઠ ઉપર હાથ પસરાવતાં કહ્યું.
“મને તો દાળમાં કંઈ કાળું દેખાય છે..!' બ્રાહ્મણપુત્ર વીરદેવે સોમદેવના સાથળ પર ધબ્બો મારતાં કહ્યું.
રાત્રિના પ્રથમ પ્રહરમાં બધા મિત્રો મંત્રીપુત્ર કૌશલની હવેલીમાં ભેગા થતા. વિશેષ કારણ વિના લગભગ રોજ ભેગા થતા. એમનો પરસ્પર પ્રેમ હતો. એકબીજાનાં સુખ-દુઃખમાં તેઓ ઉપયોગી બનતા હતા.
નગરના બહાર મધ્યાહુનકાળ જોયેલી ઘટનાથી સોમદેવના ચિત્તમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે સોમદેવ સ્વંય ઘનશ્રીને ચાહતો હતો. ધનશ્રીને જોવા માટે જ એ મદનલીલા ઉદ્યાનના બહારના પ્રદેશમાં છુપાઈને ઊભો હતો, હજુ સુધી એ ધનશ્રીને ક્યારેય મળ્યો ન હતો. એનો પ્રેમ માત્ર એની માનસિક ભૂમિકા ઉપર જ હતો. ઘનશ્રી સુશર્મનગરની પ્રસિદ્ધ રૂપવતી કન્યાઓમાંની એક કન્યા હતી. અલબત્ત, ત્યાંની સમાજપદ્ધતિ મુજબ કન્યાઓ એકલી બહાર જઈ શકતી ન હતી. ચારપાંચના સમૂહમાં બહાર જતી હતી. પરંતુ જ્યારે ધનશ્રી સખીઓ સાથે રાજમાર્ગ પરથી પસાર થતી ત્યારે તરુણો, યુવાનો અને પ્રૌઢ પણ એને અનુરાગથી જોઈ રહેતા.
સોમદેવ બોલ્યો : 'મિત્રો, આપણી તો દુનિયા જ લૂંટાઈ ગઈ... હવે જીવવાનો કોઈ અર્થ નથી...” સાંભળીને બધા મિત્રો ચોંકી ઊઠયા. કમલે પૂછયું :
તારી કઈ દુનિયા લૂંટાઈ ગઈ? ધન લૂંટાઈ ગયું? ઘર લૂંટાઈ ગયું? શું લૂંટાઈ ગયું? તું કહે તો લૂંટાઈ ગયેલો માલ પાછો લાવી આપું” કમલ સેનાપતિપુત્ર હતો ને!'
લૂંટાઈ ગયેલી દુનિયા હવે પાછી મળે એમ નથી... કમલ, તું એને પાછો લાવી શકે એમ નથી! કારણ કે એ સ્વયં જ લૂંટાઈ ગઈ છે...'
તું ભાઈ સ્પષ્ટ શબ્દોમાં વાત કરે તો અમને સમજણ પડે, અને તને સહાય કરીએ.”
ભાગ-૨ # ભવ ચોથો
૧૪
For Private And Personal Use Only