________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણીય હતો... ત્યાં તાલ-તમાલ અને શાલ્મલી વૃક્ષોની પંક્તિઓ હતી. મધ્યાહ્નનો તડકો એ ઘટામાંથી ચળાઈને માર્ગ પર વિખરતો હતો. મંદ-મંદ શીતલ પવન વહી રહ્યો હતો.
ત્યાં તમાલવૃક્ષની સધન છાયામાં એક યુવક ઊભો હતો. વૃક્ષની ઘટામાં પક્ષી કલરવ કરી રહ્યાં હતાં. એ યુવક ઉપર ધનશ્રીની દૃષ્ટિ પડી. તે ઊભી રહી ગઈ... એની સખીઓ હસતી.... ગાતી આગળ નીકળી ગઈ હતી. તે એકલી જ ઊભી રહી. યુવકની દૃષ્ટિ પણ એના પર પડી... બંને નિચલ, નિઃસ્પદ ઊભાં રહ્યાં. બંનેનાં હૃદયમાં પ્રેમરસનું ઝરણ ફૂટયું. બેમાંથી કોઈ હલતું નથી, ચાલતું નથી કે બોલતું નથી.
યુવક મેધાવી અને તેજસ્વી હતો. તેનો દેહ સપ્રમાણ હતો. તેનામાં સૌન્દર્ય હતું. રૂપ અને લાવાય હતું. તેણે પત રેશમી વસ્ત્રો પહેરેલાં હતાં. તેના ગળામાં મૂલ્યવાન રત્નમાળા પડેલી હતી. તેના મસ્તક પર કાળા કેશ હતા... જે પાછળ ગરદન સુધી પથરાયેલા હતા.
બંને વચ્ચે પ્રેમ થઈ ગયો.
એકનો પ્રેમ સ્વચ્છ હૃદયનો હતો, બીજાનો પ્રેમ માત્ર વાસનાનો ઉદ્દેક હતો. યુવક ઘનકુમાર, નગરશ્રેષ્ઠી વૈશ્રમણનો પુત્ર જન્મથી જ નહીં, પૂર્વજન્મોથી સરળ પ્રકૃતિનો હતો. મૈત્રીભાવથી ભરેલો હતો. તેણે આજે સર્વપ્રથમ ધનશ્રીને જોઈ... જોતો જ રહ્યો. પૂર્વજન્મના સ્નેહસંસ્કાર જાગ્રત થયા... પૂર્વજન્મની માતા બીજા રૂપે.... અને બીજા નામે એની સામે ઊભી હતી. તેના હૃદયમાં સ્નેહનાં સ્પંદનો પેદા થયાં.
દીર્ઘકાળપયત બંને એકબીજાની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી ઊભાં રહ્યાં.... પછી ધીરેથી ધનશ્રી તીવ્ર ગતિથી પોતાના માર્ગે ચાલી ગઈ. ધનકુમાર એને ચાલી જતી જોતો રહ્યો....
ધન અને ધનશ્રીના આ મિલનનો એક સાક્ષી ત્યાં વૃક્ષઘટામાં છુપાઈને ઊભો હતો. તે હતો રાજપુરોહિતનો પુત્ર સોમદેવ.
ધનશ્રીના ગયા પછી સોમદેવ પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. ધનકુમાર, સોમદેવની ઉપસ્થિતિથી અજાણ હતો. થોડી વાર ત્યાં બેસીને, પછી તે પણ ઘર તરફ ચાલતો થયો.
કે
જે
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૧૩
For Private And Personal Use Only