________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
||
3
h
નગરશ્રેષ્ઠી વૈશ્રમણ અને શ્રેષ્ઠી પૂર્ણભદ્ર, ઘનશ્રી અને ધનકુમારનાં લગ્ન માટે સંમત થયા. વૈશ્રમણે ધનકુમારને જાણ કરી. ધનકુમાર હર્ષિત થયો. પૂર્ણભદ્ર ધનશ્રીને વાત કરી. ધનશ્રીએ મૌન ધારણ કર્યું. ધનશ્રીના હૃદયમાં ધનકુમારના આત્મા પ્રત્યે અણગમો હતો. તેની માનસિક સ્થિતિ રાગ અને દ્વેષમાં વિભાજિત થયેલી હતી જ. તેણે પોતાની માતા ગોમતીને કહ્યું: “માતા, મારી ઇચ્છા ધનકુમાર સાથે લગ્ન કરવાની નથી...'
ગોમતીએ આક્રોશ કર્યો : “મને શું કહે છે? કહે તારા પિતાને. એમણે નગરશ્રેષ્ઠીને વચન આપી દીધું છે... હવે તારા પિતાનું નાક કપાવવું હોય તો ભલે.' ધનશ્રી રોષમાં ને રોષમાં પોતાના ખંડમાં ચાલી ગઈ.. પલંગમાં ઊંધી પડીને રોવા લાગી. તેના ચિત્તમાં વિચારોનાં મોજાં ઊછળવા લાગ્યાં.
“મારા મનમાં આવું કેમ થાય છે? ક્યારેક ધનકુમાર પ્રત્યે સ્નેહ ઊછળે છે. તો ક્યારેક એના પ્રત્યે તીવ્ર અણગમાં પ્રગટે છે. ક્યારેક એના મનમાં સમાઈ જવા મન તલસે છે. ક્યારેક એનો પડછાયો પણ મારા પર ના પડે તેવી ઈચ્છા જાગે છે.... કેવી રીતે અમારું સહજીવન પસાર થશે? જોકે એના મનમાં, મારા જેવી માનસિક વિકૃતિ નહીં હોય.. એના હૃદયમાં મારા પ્રત્યે કેવળ અનુરાગ જ હોવો જોઈએ... નહીંતર એ સામે ચાલીને પ્રણયનું નિવેદન ના કરત.... ભૂલ મેં કરી. મેં એના પ્રેમનો સ્વીકાર કરી લીધો... ભલે, હવે તો અમારા બંનેના પિતાઓએ અમારો સંબંધ પાકો કરી દીધો છે.”
વૈશ્રમણે અને પૂર્ણભદ્ર, ઘનશ્રી તથા ધનકુમારનો ભવ્ય લગ્નોત્સવ આયોજિત કર્યો. ક્યારેય પણ સુશર્મનગરમાં ન થયો હોય તેવો અદ્વિતીય લગ્નોત્સવ ઊજવ્યો. રાજા અને પ્રજા - સહુએ લગ્નોત્સવમાં આનંદથી ભાગ લીધો. નવદંપતીને આશીર્વાદ આપ્યા. શ્રીદેવી અને વૈશ્રમણ અપૂર્વ હર્ષથી ઝૂમી ઊઠ્યાં. તેમણે પુત્રવધૂ ધનશ્રીને મણિ-મુક્તાનાં મૂલ્યવાન અલંકારો આપ્યાં.. શ્રેષ્ઠ વસ્ત્રો આપ્યાં. પૂર્ણભદ્ર ધનકુમારને સોનું, રૂપું અને રત્નોની પેટીઓ આપી. બંને પક્ષે હર્ષ થયો.
ધનથી અને ધનકુમાર પ્રેમસાગરમાં ડૂળ્યાં. ભરપૂર વૈષયિક સુખોનો ભોગોપભોગ કરતાં રહ્યાં. વર્ષો સુધી એકસરખો પુણ્યોદય ચાલતો રહ્યો..
પરંતુ આ સંસારમાં, આ મનુષ્યલોકમાં. જ્યારે પાપોદય થાય, ક્યારે પુણ્યોદય શ્રી સમરાદિત્ય મહાકથા
પર૧
For Private And Personal Use Only