________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્ત પામે... એ અજ્ઞાની જીવો જાણી શકતા નથી. ધનશ્રી અને ધનકુમારના સુખસાગરમાં અચાનક મોટો પથરો પડ્યો... અને એનાથી અનેક વમળો સર્જાયાં.
પથરો આ રીતે પડ્યો -
વૈશ્રમણની હવેલીમાં નંદા નામની દાસી હતી. નંદા નાની હતી, ત્યારથી વૈશ્રમણની હવેલીમાં આવી હતી. તેનાં લગ્ન પણ વૈશ્રમણે જ કરાવી આપેલાં. નંદાનો પતિ ભદ્રક પણ આ જ હવેલીમાં નોકર હતો. તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. પુત્રનું નામ નંદક પાડવામાં આવ્યું હતું. નંદક આ હવેલીમાં જ ઊછર્યો હતો. અને તે ધનકુમારની ઉંમરનો જ હતો. એકાદ વર્ષ નાનો હશે. પરંતુ નંદકને ધનકુમાર પોતાનો નોકર નહીં પણ વિશ્વસનીય મિત્ર માનતો હતો. નંદક પણ ધનકુમારનો પૂર્ણ વફાદાર હતો.
નંદક દાસપુત્ર હોવા છતાં રૂપવાન હતો. તેનું શરીર સુદઢ અને બળવાન હતું. તેની વાણી મધુર હતી, તે કાર્યદક્ષ હતો. જોકે એને ઝાઝું શિક્ષણ નહોતું મળ્યું. છતાં તેની હૈયા-ઉકલત ઘણી હતી. વૈશ્રમણ અને શ્રીદેવીને પણ નંદક ઉપર વાત્સલ્ય હતું. નંદક હવેલીમાં મુક્ત રીતે ફરી શકતો હતો. તે શ્રીદેવી સાથે મુક્ત મનથી વાત કરી શકતો અને વૈશ્રમણ પણ એની સાથે હસીને વાત કરતા. ધનકુમાર સાથે તો એની મૈત્રી હતી જ.
ધીરે ધીરે ધનશ્રી પણ નંદક સાથે વાતો કરવા લાગી. પછી ધીરે ધીરે હસીને વાતો કરવા લાગી અને ધીરે ધીરે એના હૃદયમાં નંદક તરફ કુણી લાગણી જન્મી ગઈ. ધનશ્રીને નંદક તરફ આકર્ષણ જાગવાનું બીજું પણ એક અસાધારણ કારણ હતું.
જ્યારે ધનશ્રીનો જીવ “અગ્નિશર્મા' તાપસ હતો, ત્યારે આર્ય કૌડિન્યના આશ્રમમાં આ નંદકનો જીવ “સંગમક' નામનો સેવક હતો. અગ્નિશર્મા અને સંગમક વચ્ચે પ્રગાઢ મૈત્રી હતી. બસ, પછીના બીજા અને ત્રીજા ભવમાં સંગમક, અગ્નિશર્માના જીવને મળ્યો ન હતો. આ ચોથા ભવમાં એ બંને વૈશ્રમણની હવેલીમાં મળી ગયા! અહીં પણ એ સેવક-રૂપે જ મળ્યો... પરંતુ પૂર્વજન્મના ગાઢ મૈત્રીના સંસ્કારો જાગ્રત થઈ ગયા. જેમ ધનશ્રી એને ચાહવા લાગી હતી, તેવી રીતે નંદક ધનશ્રીને ચાહવા લાગ્યો હતો.
પરંતુ નંદકનો પ્રેમ વાસનાજન્ય ન હતો. ઘનશ્રીનો રાગ વાસનાજન્ય હતો. ધનકુમાર કરતાં એ નંદકને વધુ ચાહવા લાગી હતી.
દાંપત્યજીવનમાં જ્યારે ત્રીજી વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એ જીવનમાં ઊભી તિરાડ પડે છે. ધનશ્રી અને ધનકુમારનાં જીવનમાં નંદકના પ્રવેશથી, તિરાડ પડી... જોકે ધનકુમાર સરળ હૃદયનો હતો. તેનો ધનશ્રી ઉપરનો વિશ્વાસ અડગ હતો. નંદક ઉપર પણ પૂર્ણ વિશ્વાસ હતો. એ ધનશ્રી અને નંદકને વાતો કરતાં જોતો હતો. હસતાં
ભાગ-૨ # ભવ ચોથો
પ૨૨
For Private And Personal Use Only