________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતો હતો.... વસ્તુઓનું આદાન-પ્રદાન કરતાં જોતો હતો. પરંતુ એની દૃષ્ટિ નિર્મળ હતી. શંકા કરવાની એને ટેવ ન હતી.
ધનશ્રીએ આનો અર્થ એ કર્યો કે “ધનકુમાર ભોળો છે! એનામાં બુદ્ધિ નથી... એનો નંદક ઉપર અને મારા ઉપર આંધળો વિશ્વાસ છે. આ વિશ્વાસનો અમારે લાભ ઉઠાવી લેવો જોઈએ.'
નંદકના મનમાં પાપ ન હતું. એને એની મર્યાદાનું ભાન હતું. એક દિવસ, ધનશ્રીને એકાંત મળી ગયું. હવેલીમાં ધનકુમાર ન હતો, શ્રીદેવી ન હતી અને વૈશ્રમણ પણ ન હતા. ધનશ્રીનાં અંગેઅંગ અનંગ વ્યાપી ગયો, એ નંદકને ભેટી પડવા આતુર બની ગઈ. એણે નદકને પોતાના શયનખંડમાં બોલાવ્યો. નંદક સહજ ભાવથી શયનખંડમાં ગયો. જેવો એ શયનખંડમાં દાખલ થયો. ધનશ્રીએ દ્વાર બંધ કરી દીધું. નંદક ગભરાયો. તેણે કહ્યું : “દેવી, દ્વાર બંધ ના કરો...”
ધનશ્રી કટાક્ષ ફેંકતા બોલી : “નંદક, આજે આપણું ભાગ્ય જાગ્યું છે... પૂર્ણ એકાંત છે... આવ, આપણે રતિક્રીડા કરીએ... મારી વાસનાની આગને તું શાંત કર...” એમ બોલી તે નંદક તરફ આગળ ધસી. નંદક બીજી બાજુ ખસી ગયો. તેણે કહ્યું : “ના, ના, દેવી, આ તમે અનુચિત કરો છો. મર્યાદા બહારનું આચરણ કરો છો. હું મારા શેઠનો, મારા મિત્રનો વિશ્વાસઘાત નહીં કરું...”
ઘનશ્રીએ આક્રોશ કર્યો : “અરે મૂર્ખ, મારા જેવી, રૂપગર્વિતા તને તારા જેવા દાસીપુત્રને સંભોગનું આમંત્રણ આપે છે, ત્યારે તું મોટી મોટી વિશ્વાસની વાતો કરે છે? છોડી દે એ બધી વાતો... અને મને તારા સ્નેહથી ભીંજવી દે...”
નંદક મૂંઝાયો. ઘનશ્રીએ એને પોતાના બાહુપાશમાં જકડી લીધો... નંદકની સુષુપ્ત વાસના જાગી ગઈ... પરિણામે છૂટવાના બદલે એ સમર્પિત થઈ ગયો. જ્યારે એ મોહની મૂચ્છમાંથી જાગ્યો.. ત્યારે ઝડપભેર ઊભો થઈ દ્વાર ખોલી બહાર ભાગ્યો... પોતાના ઘરમાં જઈ... તે ચોધાર આંસુએ રડી પડ્યો.
ધનશ્રી પરિતૃપ્ત થઈ. તેણે વિચાર્યું : “એક વાર એણે મારો સંગ માયો છે. હવે એનો સંકોચ દૂર થઈ ગયો... ફરીથી એ હા-ના નહીં જ કરે...”
નંદક સાથેનો વ્યભિચાર શરૂ થયા પછી ધનશ્રી ધનકુમારથી વિરક્ત બનવા લાગી. ધનકુમારથી દૂર રહેવા લાગી... છતાં ધનકુમાર તો એના તરફ વિશ્વાસની દૃષ્ટિથી જ જુએ છે. પરિણામે ધનશ્રી-નંદકનો સંબંધ ગાઢ બનતો જાય છે. ધીરે ધીરે ધનકુમારને પણ ધનશ્રી પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. એ લગભગ સંપૂર્ણ દિવસ વૈશ્રમણની સાથે વેપારમાં પસાર કરે છે.. રાત્રિના સમયે પણ એ ધનશ્રીથી દૂર શયન કરે છે... ધનશ્રીને તો એ ઈષ્ટ જ હતું. એણે ક્યારેય પણ ધનકુમારને પોતાની પાસે આવવાનું ના કહ્યું.
૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only