________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્તિક પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો. ધનકુમાર નંદકની સાથે રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. એક વિશાળ અને સુંદર હવેલીના પ્રાંગણમાં સેંકડો દીનઅનાથ લોકો ટોળે વળ્યા હતા. એક તેજસ્વી યુવાન એ લોકોને છૂટે હાથે દાન આપતો હતો. દીન-અનાથ લોકો એને આશીર્વાદ આપતા હતા. ધનકુમાર આ દશ્ય જોતો ઊભો રહ્યો. નંદકે એ યુવાનનો પરિચય આપતાં કહ્યું : ‘કુમાર, આ સાર્થવાહપુત્ર સમૃદ્ધિદત્ત છે. તે ૫૨દેશમાં જઈ, વેપાર કરી લખલૂટ ધન કમાયો છે અને આ રીતે સ્વોપાર્જિત ધન, પર્વના દિવસોમાં દીન-અનાથ લોકોને આપે છે. ઘણાં-ઘણાં પરોપકારનાં કામ કરે છે.’
‘ઘણું સરસ નંદક, સાર્થવાહપુત્ર ધન્યવાદને પાત્ર છે...' ધનકુમારે પ્રશંસા કરી. તેઓ આગળ વધ્યા. નંદક, સમૃદ્ધિદત્તનાં પરોપકારનાં કાર્યો ગણાવતો ચાલ્યો. ધનકુમાર રસપૂર્વક સાંભળતો રહ્યો.
બંને મિત્રો ઘરે આવ્યા. નંદક પોતાના ઘરમાં ગયો. ધનકુમાર પોતાના ખંડમાં ગયો. સંધ્યા નમી ગઈ હતી. પશ્ચિમ દિશામાં લાલ રંગ વિલાઈ રહ્યો હતો. ધનકુમાર પશ્ચિમના વાતાયનમાં જઈને ઊભો રહ્યો. એના મનમાં અનેક વિચારો ચાલતા હતા. આમેય એનું મન ખિન્ન અને ઉદાસીન તો હતું જ. એને હવે આ હવેલીમાં ગમતું ન હતું. આ નગરમાં ગમતું ન હતું. તેમાં આજે સાર્થવાહપુત્ર સમૃદ્ધિદત્તનો વૃત્તાંત જાણ્યા પછી... એને દૂર પરદેશ જવાની ઈચ્છા જાગી. ‘મારે પણ પરદેશ જવું જોઈએ. મારા પોતાના પુરુષાર્થથી ધનપ્રાપ્તિ કરવી જોઈએ. પિતા પાસે ભલે કુબેર કરતાંય અધિક ધન છે, પરંતુ પિતાના અર્જિત કરેલા ધનને ભોગવનાર પુત્ર, કીર્તિ નથી પામતો, યશ નથી પામતો. પરાક્રમી પુત્રે આપબળે ધન કમાવવું જોઈએ. વળી, આ નિમિત્તે આ ઘરથી... આ નગરથી હું દૂર પ્રદેશોમાં જઈ શકીશ. નવા નવા પ્રદેશો જોવા મળશે. ભિન્ન-ભિન્ન અનુભવો થશે! પરંતુ મારી આ વાત, મારા ઉપર અતિ પ્રેમ રાખનાર મારાં માતા-પિતા નહીં માને... જો પરદેશ જવાનો આગ્રહ કરીશ તો તેમને અપાર દુ:ખ થશે... શું કરું?’ ધનકુમાર મૂંઝાયો. બેચેન બન્યો. આ મૂંઝવણના કારણે એના મુખ પર ઉદાસીનતા પથરાઈ ગઈ.
તે પિતા સાથે બોલતો નથી. માતા સાથે હસીને વાત કરતો નથી... અને નંદક સાથે નગર બહાર ઉદ્યાનમાં પણ જતો નથી. ધનશ્રી સાથે તો એનો બધો જ વ્યવહાર તૂટી ગયેલો હતો.
દિવસો પસાર થવા લાગ્યા. નંદક અકળાયો... ને ગભરાયો પણ ખરો. મારા વિના એક ઘટિકા પણ દૂર ન રહી શકનાર ધનકુમાર, આજે પંદર-પંદર દિવસથી મારી સાથે બોલતો નથી... શું કારણ હશે? શું એને મારા અને ધનશ્રીના અવળા સંબંધની જાણ થઈ ગઈ હશે? મિત્રતાના સંબંધના કારણે એ મને કહેતો નથી, પરંતુ એના હૃદયમાંથી હું નીકળી ગયો હોઈશ? ધનશ્રીના ખંડમાં તો એ પગ જ મૂકતો ભવ ચોથો
પ૪
ભાગ-૨ *
For Private And Personal Use Only