________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી.. જરૂર એને મારા પ્રત્યે અણગમો થયો લાગે છે. પરિણામ બહુ ખરાબ આવી શકે. ખરેખર, ધનશ્રીએ મને ફસાવી માર્યો..” તેના શરીરે પસીનો વળી ગયો.
તે છતાં હું ધનકુમારને, એની ઉદાસીનતાનું કારણ તો પૂછું.. એ ક્યારેય અસત્ય બોલતો નથી... સરળતાથી જે વાત હોય તે કહી દે છે.'
બીજી બાજુ શ્રીદેવીને પણ ચિંતા થવા લાગી હતી. “ધનકુમાર કેમ... આટલા બધા દિવસથી ઉદાસીન રહે છે? શું થયું હશે એને? એના મનમાં શી ગડમથલ ચાલતી હશે? એ મિષ્ટ પદાર્થ ખાતો નથી... દ્રાક્ષાદિ મેવો ખાતો નથી... અરે, મારી સાથે હસીને બોલતો પણ નથી... શું થઈ ગયું છે એને? એને પૂછી લઉં તો? ના, ના, કદાચ નંદક જાણતો હોય. કારણ નંદકને જ પૂછું.'
શ્રીદેવીએ નંદકને પૂછયું. નંદકે કહ્યું : “કુમાર મારી સાથે પણ બોલતો નથી.” પણ હું આજે એને પૂછું છું. માતાજી, આપ ચિંતા ન કરો. હું પૂછીને પછી આપને કહું
નંદક ધનકુમારના ખંડમાં આવ્યો. રોજ મુજબ ધનકુમારે એને બોલાવ્યો નહીં. માત્ર નંદકની સામે જોયું. નંદક પણ મૌનપણે બેઠો. એના મનમાં પાપ હતું... તે ગભરાતો હતો, છતાં હિંમત કરીને પૂછયું : “કુમાર, આટલી બધી ગમગીની શા કારણે? આટલી બધી ઉદાસીનતા મેં ક્યારેય તારામાં જોઈ નથી... કોઈ કારણ?”
“નંદક, તું જો સાથે આવે તો આપણે પરદેશ જઈએ. પરદેશમાં ધંધો કરીને ધન કમાઈએ...' ‘હું તૈયાર છું કુમાર! આટલી જ વાત છે ને? બીજી કોઈ વાત હોય તો કહી દે...”
“તું તૈયાર હોય તેથી શું? માતાજી અને પિતાજી અનુમતિ આપવા તૈયાર જોઈએ ને? તું જાણે છે એમનો મારા ઉપર અગાધ પ્રેમ છે. હું જાણું છું કે મારી ઉદાસીનતાથી માતાજીનું હૃદય કચવાય છે... તેઓ મનમાં દુઃખી થાય છે... પણ શું કરું? મને અહીં ગમતું જ નથી.. આ હવેલી ગમતી નથી, આ નગર ગમતું નથી... એટલે મન ઉદાસ રહ્યા કરે છે... અને મને ખોટો દેખાવ કરતાં આવડતું નથી...'
છેલ્લા વાક્યથી નંદક ચમક્યો. “હું ખોટો દેખાવ કરી રહ્યો છું... વિશ્વાસઘાત કરીને વિશ્વાસપાત્ર હોવાનો દેખાવ. શું આ વાત ઉપર કુમાર કટાક્ષ તો નથી કરી રહ્યો?'
“કુમાર, ભલે ખોટો દેખાવ ના કરે, પરંતુ તારા મનમાં જે વાત છે, તે તું પિતાજીને કહી શકે, માતાજીને કહી શકે...”
એ જ તો મુશ્કેલી છે. એ વાત કરું એટલે પિતાજીના હૃદયને ધક્કો લાગે... માતાજીનું હૃદય દુઃખી થઈ જાય... એ હું કરવા માગતો નથી...”
શ્રી સમરાદિત્ય મહાકથા
પાપ
For Private And Personal Use Only