________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો પછી તારો મનોરથ સિદ્ધ કેવી રીતે થશે? નંદક, એનો ઉપાય તું જ શોધી કાઢ.”
નંદક વિચારમાં પડી ગયો. આમેય કુમાર સાથે પરદેશ જવાનું તેને ગમતું ન હતું. તે જાણતો હતો કે કુમાર ઘનશ્રીને પરદેશ સાથે નહીં લઈ જાય...ધનશ્રી વિના એને ગમતું ન હતું... છતાં તેણે પરદેશ સાથે જવાની હા તો પાડી જ દીધી હતી. તેણે કહ્યું : “કુમાર, હું પિતાજીને વાત કરું છું. તારી ઈચ્છા જણાવું છું.'
૦ ૦ ૦ નંદકે વિચાર્યું : “શું કુમાર મને અને ધનશ્રીને છૂટાં પાડવા માટે તો પરદેશ જવાનું નહીં વિચારતો હોય? મને તો એમ જ લાગે છે. નહીંતર એને ધનની ક્યાં કોઈ કમી છે? અઢળક સંપત્તિ એની જ છે ને! ખેર, હું નગરશ્રેષ્ઠીને નિવેદન તો કરું... તેઓ શો જવાબ આપે છે. તે પછી બીજી વાત....”
તે વૈશ્રમણ પાસે ગયો. વૈશ્રમણને પ્રણામ કરી તેને કહ્યું : “હે તાત, આપ નારાજ ના થાઓ તો એક વાતનું નિવેદન કરવું છે...!'
કહે, નિર્ભય બનીને કહે.”
હે પૂજ્ય, ધનકુમારની ઈચ્છા પરદેશ જઈને આપબળથી ધન કમાવાની છે. એ આપની અનુમતિ ઈચ્છે છે.”
નંદક, તું જ કહે, ધનકુમારને ધન માટે પરદેશ જવાની જરૂર છે ખરી? મારી પાસે અખૂટ ધન છે. એની ઈચ્છા મુજબ એ ધનનો ઉપયોગ કરી શકે છે. સમગ્ર નગરમાં કોઈની પાસે જેટલું ધન નથી, એટલે મારી પાસે છે.. અને આ બધું જ ધનકુમારનું છે!'
તે સાચી વાત, પરંતુ તેની ઈચ્છા આપબળે ધન કમાવાની છે. એ સિવાય એના મનને શાંતિ નહીં થાય... એ છેલ્લા પંદર દિવસથી ઉદાસ રહે છે. નથી કોઈની સાથે બોલતો કે નથી હવેલીની બહાર નીકળતો. એકલો એકલો મનમાં મૂંઝાયા કરે છે.”
શા માટે એણે મૂંઝાવાનું? એની એકેએક ઈચ્છાને પૂરી કરનારો હું એનો પિતા બેઠો છું ને!'
કુમારના પરદેશ જવાથી આપ અને માતાજી દુઃખી થાઓ - એ લાગણીથી પ્રેરાઈને એની આ ઈચ્છા પ્રગટ નથી કરતો.'
“વત્સ, નંદક, માતા-પિતાનાં હૃદય જ એવાં નબળાં હોય છે... એ પ્રિય પુત્રનો વિરહ...' વૈશ્રમણની આંખો ભીની થઈ ગઈ. ગળું ભરાઈ આવ્યું.
શક એક જ
પ
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only