________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| છ8 h
લગભગ રોજ પિતા-પુત્ર સાથે જ ભોજન કરવા બેસતા હતા. આજે ભોજન કરી લીધા પછી વૈશ્રમણે ધનકુમારને કહ્યું : “વત્સ, નંદક પાસેથી મેં જાણ્યું કે તારી ઈચ્છા વેપારાર્થે પરદેશ જવાની છે.'
હા પિતાજી, નંદકે સત્ય કહ્યું છે.” ધનકુમારે વિનયથી પ્રત્યુત્તર આપ્યો. તેની દૃષ્ટિ જમીન પર હતી.
“વત્સ, વેપાર કરીને ધન મેળવવાનું હોય છે ને? આપણી પાસે એટલું ધન છે એટલી સંપત્તિ છે. કે સાત પેઢી સુધી ના ખૂટે અને એ સંપત્તિનો માલિક આજથી તું છે. તારી ઈચ્છા મુજબ સંપત્તિનો તે ઉપયોગ કરી શકે છે.'
“પિતાજી, આપની અદ્દભુત ઉદારતા હું ક્યાં નથી જાણતો? આજ દિન સુધીમાં આપે મને ક્યારેય પણ ધનવ્યય કરતાં રોક્યો નથી. પરંતુ મારા હૃદયમાં એક પ્રબળ ઈચ્છા પરદેશગમનની પેદા થઈ છે. એ ઈચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મારું ચિત્ત આનંદિત નહીં થાય...”
શ્રીદેવી રડી રહી હતી. એકના એક ગુણિયલ અને વિનીત પુત્રને એ પોતાની આંખોથી દૂર રાખવા ઈચ્છતી ન હતી. છતાં એ સમજતી કે પુત્રે પરદેશગમન કરવું જોઈએ. એનાથી પુત્રમાં સાહસ, પરાક્રમ અને બુદ્ધિમત્તા વિકસિત થાય છે. ભિન્ન ભિન્ન સારા-નરસા અનુભવોથી યુવાન પરિપક્વ બને છે. જીવનમાં પરિપક્વતા અત્યંત આવશ્યક ગુણ છે.
શ્રીદેવીએ વૈશ્રમણમાં આ બધા ગુણો જોયા હતા. વૈશ્રમણના સાહસ અને પરાક્રમ ઉપર તે વારી ગઈ હતી. બુદ્ધિની પરિપક્વતા અને ઊંડી સમજણ પર તે ગર્વ ધારણ કરતી હતી. એ ચાહતી પણ હતી કે ધનકુમારમાં પિતાના આ બધા ગુણો અવતરિત થાય, અને તે માટે એ પરદેશગમન કરે. છતાં માતાનું હૃદય હતું ને! પુત્રવિરહની કલ્પનાથી તે વ્યથિત થઈ હતી.
વૈશ્રમણે કુમારને કહ્યું : “પુત્ર, તું સુખ અને આનંદમાં રહે, એ જ અમારી ઈચ્છા રહે છે, તે તું જાણે છે. તારી સાથે અમારું એવું મમત્વ બંધાયેલું છે. કે તારા સુખે અમે સુખી છીએ, તારા દુઃખે અમે દુઃખી. તું પ્રસન્નચિત્ત તો અમે પ્રસન્નચિત્ત, તું ઉદાસ તો અમે ઉદાસ! માટે જો તારે પરદેશ જવું જ છે, તો અમે તને પ્રસન્નચિત્તે અનુમતિ આપીએ છીએ.' વૈશ્રમણે શ્રીદેવી સામે જોઈને કહ્યું. શ્રીદેવીએ મસ્તક શ્રી સમરાદિત્ય મહાકથા
પર૭
For Private And Personal Use Only