________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમાવીને સંમતિ આપી દીધી.
ધનકુમાર વૈશ્રમણને ભેટી પડ્યો. વૈશ્રમણ ધનકુમારના માથે હાથ ફેરવતો રહ્યો. વિશ્નમણે કહ્યું : “કુમાર, તેં કઈ દિશામાં પ્રયાણ કરવા વિચાર્યું છે?”
પિતાજી, તામ્રલિપ્તી તરફ જવા વિચાર્યું છે, છતાં આપને જો ઉચિત ના લાગતું હોય તો બીજી દિશા બતાવો.”
ઉચિત છે તામ્રલિખી જવાનું. અહીંથી લગભગ બે મહિનાનો રસ્તો છે. ત્યાં વેપાર માટે કેટલાક મહિના રહેવું પડે, તે નક્કી ના કહી શકાયહું તારા લાંબા પ્રવાસની તૈયારી કરાવું છું. પણ હા, તારી સાથે નગરના બીજા પણ નાના-મોટા વેપારીઓ આવે, તો તને આનંદ થશે. એક મોટા સાથે સાથે તું જાય તો શોભે. એકલ-દોકલ જવામાં તારી કે મારી શોભા ન વધે.' પિતાજી, જેવી આપની આજ્ઞા. મને આપની, સાથે સાથે જવાની વાત ગમી.”
કુમાર, સ્વાર્થની સાથે સાથે પરમાર્થ-પરોપકાર કરતા રહેવું જોઈએ. તેથી જીવન સાર્થક બને છે. તારી સાથે નાના-મોટા વેપારી આવશે. કેટલાક લોકો માત્ર પરદેશ જોવા માટે આવશે.... કેટલાક તારી સેવા માટે આવશે... તું એ બધાને સ્નેહથી જાળવજે” વૈશ્રમણ પોતાના વિશ્રામ-ખંડમાં ચાલ્યા ગયા. ધનકુમાર પેઢી ઉપર ચાલ્યો ગયો.
0 0 0 બીજા દિવસે પ્રભાતે સુશર્મનગરમાં ઘોષણા થવા લાગી :
નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર મોટા સાથે સાથે તાપ્રલિપ્તી નગરી તરફ પ્રયાણ કરવાના છે. જે કોઈ નગરવાસીને એમની સાથે જવું હોય તેઓ તેમની સાથે જઈ શકે છે. માર્ગમાં ખાવા-પીવાની સામગ્રી જેની પાસે નહીં હોય તેને ધનકુમાર આપશે.”
નગરજનોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું તામ્રલિપ્તી જવાની ઇચ્છાવાળા સેંકડો પુરુષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા.
તાપ્રલિપ્તી નગરી સાગરના કિનારે આવેલી હતી. તે કાળે એ નગરી વેપાર ઉદ્યોગની વિરાટ નગરી હતી. લાખો મનુષ્યો એ નગરીમાં વસતા હતા. હજારો કરોડપતિ શ્રીમંતો ત્યાં વસતા હતા. નગરીની શોભા પણ અદભુત હતી. સમુદ્રકિનારે સેંકડો વહાણ આવતાં હતાં ને જતાં હતાં. એ સમયે ભારતમાં તામ્રલિપ્તી (પ્રાય: આજનું ખંભાત) વૈભવના શિખરે હતી. - વૈશ્રમણે પ્રયાણની તૈયારીઓ આરંભી હતી. પ00 બળદગાડાંઓમાં વેપાર કરવા
ભાગ-૨ # ભવ ચોથો
પ૮
For Private And Personal Use Only