________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી ચંડસિંહ આવ્યા. તેમને બેસવા વસુભૂતિએ આસન આપ્યું. મેં મારીઅમારી ભાવના જણાવી, ચંડસિંહ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને કહ્યું :
‘રાજપુરોહિતને રાજ્યાભિષેકનું મુહૂર્ત પૂછીને, નગરમાં રાજકુમારનો રાજ્યાભિષેક જાહેર કો; અને સાથે સાથે અમે ચાર - હું, મહાદેવી, વસુભૂતિ અને અનંગસુંદરી, ચારિત્રમાર્ગે જઈએ છીએ. જે કોઈ સ્ત્રી-પુરુષોને સંસારનો ત્યાગ કરીને, ચારિત્ર સ્વીકારવું હોય તેઓ અમારી સાથે ચારિત્ર સ્વીકારી શકશે.’
‘આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો કરીને, આપને નિવેદન કરું છું.' મહામંત્રી પ્રણામ કરીને ગયા... કે પવનગતિ અને અમિતગતિ અમારી પાસે આવ્યા.
‘અમે બંને પણ આપની સાથે જ ચારિત્ર અંગીકાર કરીશું.' મેં બંનેના માથે હાથ મૂકીને કહ્યું : ‘તમને બંનેને તો મારે કુમારના અંગરક્ષકો નિયુક્ત કરવા હતા. ‘નહીં દેવ, ચારિત્ર સ્વીકારીને, જીવનપર્યંત આપની સેવામાં રાખવા, અમારા પર કૃપા કરો.'
‘ભલે, હું તમારા શ્રેયોમાર્ગમાં વિઘ્ન નહીં નાખું... અમારી સાથે જ તમે સંયમધર્મ અંગીકાર કરજો.'
રાત્રિના સમયે મને વિચાર આવ્યો : ‘મારે વિદ્યાદેવી અજિતબલાની અનુમતિ લેવી જોઈએ.’ હું પલંગ પરથી નીચે ઊતરી, શરીરને શુદ્ધ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી... ધ્યાનમાં બેસી ગયો. અલ્પ સમયમાં જ, દેવી પ્રત્યક્ષ થયાં. મારો શયનખંડ પ્રકાશથી અને સુગંધી ભરાઈ ગયો. મેં ઊભા થઈ, દેવીનાં ચરણે પ્રણામ કર્યા. દેવી બોલ્યાં : ‘વત્સ, મને કેમ યાદ કરી?’
‘હે માતા, આજે સદ્ગુરુ મુનીશ્વર ચિત્રાંગદના ઉપદેશથી અને એમણે કહેલાં અમારા બંનેના પૂર્વજન્મની વાતથી... અમે વિરક્ત થયાં છીએ. કુમારનો રાજ્યાભિષેક કરી, અમે ચારિત્રધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છીએ. હે માતા, અમને અનુમતિ આપો.'
દેવી બોલ્યા : ‘પુત્ર, ચારિત્રધર્મ સ્વીકારી, આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાનો સમય થઈ ગયો છે. યોગ્ય સમયે સુયોગ્ય ગુરુદેવનો સંયોગ મળી ગયો છે... વત્સ, તમારો સંયમમાર્ગ નિર્વિઘ્ન હો... મોહ પર વિજય મેળવી, મનુષ્યજન્મ સફળ કરો...’
‘માતા, ચારિત્રધર્મનો અમે સ્વીકાર કરીએ ત્યારે... આપ ત્યાં ઉપસ્થિત રહેશો ને? આપ જ મારાં માતા છો... ને આપ જ પિતા છો...’ હું ભાવાવેશમાં ગદ્ગદ થઈ ગયો.
ફ
For Private And Personal Use Only
ભાગ-૨ ભવ પાંચમો