________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
પૂર્વાવસ્થામાં જ્યારે ચિત્તોડના રાજપુરોહિત હતા ત્યારે તેઓ પોતાની પાસે કોદાળી, જાળ અને નિસરણી રાખીને ફરતા હતા! કારણ 'કોઈ વાદી મારાથી ડરીને પાતાળમાં પેસી જાય તો કોદાળી વડે જમીન ખોદીને એને બહાર ખેંચી કાઢું અને વાદ કરી તેને પરાજિત કરું! કોઈ વાદી મારાથી ડરીને જળાશયમાં ભરાઈ જાય – છુપાઈ જાય તો જાળ વડે એને પકડી, બહાર કાઢી, એની સાથે વાદ કરી, એને હરાવી દઉં! કોઈ વાદી મારા ભયથી આકાશમાં ચાલ્યો જોય તો નિસરણી પર ચઢી, એને નીચે ઉતારું, એની સાથે વાદ કરીને પરાજિત કરું!'
તેઓએ શાસ્ત્રોનું ખૂબ અધ્યયન કર્યું હતું, એથી રખેને પેટ ફાટી જાય, એ બીકથી તેઓ પેટ પર સોનાનો પટ્ટો બાંધતા હતા!
આ ઉપરાંત તેઓ જંબૂવૃક્ષની એક લતા હાથમાં રાખતા હતા. આ લતા દ્વારા તેઓ એમ સૂચવવા ઇચ્છતા હતા કે 'આ જંબુઢીપમાં મારા જેવો કોઈ બુદ્ધિશાળી માનવી નથી!'
સમરાદિત્ય મહાકથા'ની અંતિમ પ્રશસ્તિ મુજબ-હરિભદ્રસૂરિજીના ગુરુ આચાર્યશ્રી જિનદત્તસૂરિ હતા. જિનદત્તસૂરિજી ’વિદ્યાધર' કુળના હતા. વિદ્યાધર કુળમાં તિલક સમાન હતા. આ દૃષ્ટિએ શ્રી હરિભદ્રસૂરિ પણ વિદ્યાધર-કુળના કહી શકાય.
For Private And Personal Use Only