________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારાથી આ સાધુપણું નહીં પાળી શકાય... જે થવું હોય તે થાય, મારે ગૃહવાસમાં પાછા જવું છે...”
“પણ તું ગૃહવાસમાં જઈશ તો તારા કુળને કલંક લાગશે...' એના ચિત્તમાં વિકલ્પ ઊઠ્યો.
‘ભલે કુળને કલંક લાગે, ઘણાનાં કુળોને કલંક નથી લાગતાં? મારાથી સાધુપણામાં નહીં જ રહી શકાય...' સ્વયં સમાધાન કર્યું.
પરંતુ દુનિયા તારી નિંદા કરશે.' બીજો વિકલ્પ જાગ્યો.
દુનિયા કોની નિંદા નથી કરતી? ભલે કરે નિંદા.. હું ગૃહવાસમાં જવાનો.” એણે નિર્ણય કર્યો.
અરે, પણ લીધેલાં વ્રતોનું ખંડન કરવાથી પરલોકમાં એનાં માઠાં ફળ ભોગવવાં પડશે..' ત્રીજો વિકલ્પ જાગ્યો.
મેં ક્યાં મારી ઈચ્છાથી વ્રત લીધાં છે? મેં તો ભયથી અને પેલા ભીલ-વૈદ્યના કહેવાથી વ્રત લીધાં છે... મને પરાણે વ્રત આપવામાં આવ્યાં છે... એટલે ભંગ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને કદાચ ભંગ થતો હશે તો ભલે થાય.. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે.”
અહદ્દત્તે સાધુપણું છોડી દીધું. તે કૌશાંબીમાં તેના ઘરે પહોંચ્યો. તેને જોઈને તેની પત્નીઓ ભયથી ફફડી ગઈ. તે સ્ત્રીઓએ કહ્યું :
હે નાથ, પેલા વૈદ્યને ખબર પડશે કે તમે સાધુવેશ છોડીને ગૃહસ્થ બન્યા છે, ત્યારે શું થશે એનો વિચાર કર્યો છે? અને કદાચ પેલા ગયેલા ૧૦૮ રોગ પાછા આવશે તો શું કરશો?'
અહિંદુદતે હસીને પત્નીઓની વાત ઉડાડી દીધી. એ રંગરાગ અને ભોગવિલાસમાં ડૂબી ગયો. કેટલાક દિવસો આ રીતે પસાર થઈ ગયા. એક સમયે બ્રહ્મ દેવલોકવાસી દેવે અવધિજ્ઞાનથી જોયું :
અહંદુદત્ત મુનિ શું કરે છે?' દેવે તેને મુનિવેશમાં ના જોયો... ગૃહસ્થના વેશમાં જોયો. “અરે, આ તો પાછો ગૃહસ્થ બની ગયો. હવે એને કેવી રીતે પ્રતિબોધ પમાડું? મેં એ જીવને વચન આપ્યું છે એટલે એને કોઈ પણ ઉપાયે ધર્મસન્મુખ તો મારે કરવો જ છે. એને ફરીથી રોગગ્રસ્ત બનાવી દઉં. મારા સિવાય એનો રોગ કોઈ દૂર નહીં કરી શકે. મને એનાં સ્વજને શોધવા નીકળશે. હું જઈશ. ફરીથી શ્રી સમરાદિત્ય મહાકથા
૯૭૩
For Private And Personal Use Only