________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને દીક્ષા લેવા બાધ્ય કરીશ.' દેવે પોતાની શક્તિથી પુનઃ અહંદત્તમાં જલોદરનો રોગ સંક્રમિત કરી દીધો.
પેટ ગાગર જેવું કરી દીધું. જ બે હાથ દોરડી જેવા કરી દીધા. જ બે પગે સોજા લાવી દીધા.. * આંખે ઝાંખપ લાવી દીધી...
એના શરીરમાં ઘોર વેદના પેદા કરી દીધી. અહંદુદત્તની હાલત ગંભીર થઈ ગઈ. વેદનાથી તે ચીસો પાડવા લાગ્યો. જમીન પર આળોટવા લાગ્યો. મોટેથી બોલવા લાગ્યો - “મને બચાવો.. પેલા વૈદ્યને બોલાવી લાવો.. હું મરી જઈશ.'
સ્ત્રીઓએ કહ્યું : “હવે શા ઉપાય થાય? એ વૈદ્ય હવે જલદી મળવા મુશ્કેલ છે. કદાચ મળી જાય તો પણ તમે એમની વાત માની નથી, તેથી ક્રોધે ભરાય અને રોગને દૂર કરવાની ના પાડી દેશે તો?'
નગરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. “દીક્ષા લઈને ભાંગ્યા, એનાં માઠાં ફળ ભોગવે છે..” અરે, વૈદ્યને આપેલું વચન એણે પાળ્યું નહીં... એની આ પ્રતિક્રિયા છે.”
ભાઈ, મને નથી લાગતું કે એ વૈદ્ય મળે. કદાચ મળશે.... તો આ અહંદ્રદત્ત ઉપર ક્રોધ ભરાશે... અને રોગ દૂર કરવાની સ્પષ્ટ ના પાડી દેશે.”
ભલેને ભોગવે નરકની વેદના... રિબાઈ રિબાઈને એ મરવાનો છે... મરીને નરકમાં જશે.'
પેલા વૈદ્ય એક પૈસોય લીધા વિના એની દવા કરી હતી અને એક-બે કે પાંચપચીસ નહીં, પૂરા એકસો ને આઠ રોગ દૂર કર્યા હતા... પણ આ અહંદૂદત્ત જાણે એ બધું ભૂલી ગયો અને દીક્ષા છોડી દીધી..” લોકો આ રીતે નિંદા કરવા લાગ્યા. અહંદુદત્તનાં સ્વજનો વૈદ્યને શોધવા ગામે-ગામ ફરવા લાગ્યાં. દેવે વૈદ્યનું રૂપ કર્યું. કૌશાંબીની પાસેના એક તપોવનમાં એ રહ્યો.
સ્વજનોએ એને શોધી કાઢ્યો. વૈદ્યને જોઈને સ્વજનો રાજી રાજી થઈ ગયાં. વૈદ્યને પ્રણામ કરી કહેવા લાગ્યાં.
૯૭૪
ભાગ-૨ ૩ ભવ છઠો
For Private And Personal Use Only