________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ઉપકારી, નિઃસ્વાર્થી વૈદ્યરાજ, આપ તો ધવંતરિ જેવા વૈદ્યરાજ છો. અહંદૂદત્તા પર કૃપા કરો. એના શરીરમાં પુનઃ જલોદરનો રોગ થયો છે.”
“શું એણે કોઈ અપથ્ય-સેવન કર્યું છે? એ મુનિ ક્યાં છે અત્યારે?'
“હે મહાનુભાવ, એણે સાધુવેશ ત્યજી દીધો છે. એ એના ઘરમાં જ છે. ભયંકર રીતે રિબાઈ રહ્યો છે... આપ પધારો. અમે આપને જ શોધવા નીકળ્યા છીએ. આપ અમારી સાથે જ ચાલો કૌશાંબી...'
હું આવીશ એની પાસે, પરંતુ એને પૂછી આવો કે એ ફરી દીક્ષા લેશે ખરા? જો એ દીક્ષા લેવાનો હોય તો સારો કરું..”
સ્વજનો ઘરે આવ્યાં. તેમણે અહંદુદતને પૂછ્યું :
હે અહંદત્ત, શું તું ફરીથી દીક્ષા લઈશ? જો લે તો તને એ વૈદ્ય સાજા કરી શકશે.'
‘હા, હું દીક્ષા લઈશ. પણ મને જલદી આ વેદનાથી મુક્ત કરો.. વૈદ્યરાજને શીઘે બોલાવી લાવો...”
હું આવી ગયો છું અહંદુદત્ત.' વૈદ્ય એના ઘરમાં પ્રવેશીને કહ્યું.
હે ઉપકારી, મારી મોટી ભૂલ થઈ છે... મેં આપની આજ્ઞા ના માની એટલે આવી ઘોર વેદના મને થઈ છે... મને ક્ષમા કર. ઉપકારી પુરુષો ક્ષમાશીલ હોય છે...” અહંદત્તે રોતાં રોતાં વિનંતી કરી.
હે ભદ્ર, સાજો થયા પછી તું દીક્ષા ના લે તો?” ‘લઈશ. જરૂર લઈશ.” લઈને પછી છોડીશ તો?” ના, ના, નહીં છોડું... જિંદગી સુધી પાળીશ. મને સારો કરો, વૈદ્યરાજ...' વૈદ્યરાજે પહેલાની જેમ અખંડ અક્ષતનું માંડલું કરીને તેની વચ્ચે અહંદુદત્તને બેસાડીને... બધી વિધિ કરી. પૂર્વવત્ત રોગો દૂર કર્યા. અહંદુદત્ત સારો થઈ ગયો.
છતાં તેના મનમાં વૈરાગ્ય પેદા ના થયો. ઈચ્છા વિના તેણે પુનઃ દીક્ષા લીધી. વૈદ્યદેવ દેવલોકમાં ચાલ્યો ગયો.
૦ ૦ ૦ વૈરાગ્ય વિનાનો ત્યાગ કેટલા દિવસ ટકે?
અદ્દત્તના મનમાં વૈષયક સુખોનો પ્રગાઢ રાગ હતો. એનો ત્યાગ ભયપ્રેરિત હતો. તેને સાધુજીવન જરાય ગમતું ન હતું. છતાં અનિચ્છાએ એ સાધુજીવન જીવતો
શ્રી સમરાદિત્ય મહાકથા
છપ
For Private And Personal Use Only