________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યો. પોતાની ઈન્દ્રિયો ઉપર એ ઘણો સંયમ રાખ્યો હતો. પરંતુ છેવટે એ સંયમનો બાંધ માટીનો હતો ને? તીવ્ર વાસનાઓએ એ બાંધ તોડી નાખ્યો..
ભલે મારે મરવું પડશે તો મરી જઈશ, પરંતુ આ સાધુજીવન મારાથી નહીં જીવી શકાય. હું ગૃહવાસમાં જઈશ...”
પરંતુ, મારાં સ્વજનો મને ઘરમાં પ્રવેશ નહીં આપે તો?' એના મનમાં પ્રશન ઊઠ્યો.
“મને પ્રવેશ કેમ ના આપે? ઘર મારું છે! પત્નીઓ મારી છે, ધન મારું છે..”
“કદાચ પત્નીઓ જ નારાજ થઈ જાય. ને મારો ત્યાગ કરી દે તો? ના, ના, એ સ્ત્રીઓ મારો ત્યાગ નહીં જ કરે. તેઓ મને ખૂબ ચાહે છે...'
ફરીથી રોગ પેદા થશે... ને હવે વૈદ્ય ના આવે.. તો એ ઘોર પડા હું સહન કરી શકીશ? નહીં સહન કરી શકું એ ઘોર વેદના... તો અગ્નિપ્રવેશ કરીને મરી જઈશ. મોતથી વધીને બીજું શું થવાનું છે?'
ભલે લોકો નિંદા કરે, સ્વજનો નિંદા કરે... હું ઘરની બહાર જ નહીં નીકળું! પછી મારી નિંદા મારે ક્યાં સાંભળવાની છે? હું કોઈને મળશ પણ નહીં..”
“પેલા રોગની પીડા કરતાં. આ સાધુજીવનમાં મને વધુ પીડા થઈ રહી છે.. મનની પીડા છે આ..! અસહ્ય પીડા છેશું કરું? ઘરમાં જાઉં તો તનની ઘોર પીડા. છે, સાધુજીવનમાં મનની ઘોર પીડા છે... ખરેખર, હું પીડા સહવા માટે જ જન્મયો
છું?”
રોજરોજ આવા વિકલ્પોથી અહદત્ત ભરાઈ ગયો... કંટાળી ગયો... મૂઢ બની ગયો.
અને એક દિવસ તેણે દીક્ષા છોડી દીધી.... ગૃહવાસમાં ચાલ્યો ગયો.
જ
એક
કે
છે
ભાગ-ર જ ભવ છઠો
For Private And Personal Use Only