________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S૧૪પHI
અહદાન ગૃહવાસમાં થોડા દિવસો સુધી વૈષયિક સુખો મળ્યાં... પરંતુ જ્યારે દેવે અવધિજ્ઞાનથી જોયું કે “અહંદુદત્ત મુનિ શું કરે છે?” અને દેવ ચમક્યો. અરે, આ તો પુનઃ ગૃહવાસમાં જતો રહ્યો...આનું શું કરવું? આનું મિથ્યાત્વમોહનીય કર્મ ઘણું જ ભારે લાગે છે. હવે આને પ્રતિબોધ કરવા માટે બીજો ઉપાય કરવો પડશે. એને દીક્ષા નહીં અપાવતાં, એને મારી સાથે થોડા દિવસ રાખવો પડશે... જ્યાં સુધી એ પ્રતિબોઘ ના પામે, ધર્મસન્મુખ ના બને ત્યાં સુધી મારી સાથે રાખવો પડશે. પરંતુ એ પહેલા, એણે કરેલી ભૂલોની એવી સજા કરું કે એણે ભોગવેલાં ભોગસુખોનો ઉન્માદ સાવ ઓસરી જાય... તીવ્રાતિતીવ્ર વેદના પેદા કરી દઉં...”
અહંદૂદત્ત પત્નીઓની સાથે વાર્તા-વિનોદ કરતો, હવેલીના ગોખમાં બેઠો હતો. ને અચાનક એને ચક્કર આવ્યા. તે આસન પરથી નીચે પટકાઈ પડ્યો. તેના શરીરે લકવો પડી ગયો. તેનું પેટ ફૂલવા માંડ્યું. હાથ-પગ ગળવા લાગ્યા. મોટું વાંકું થઈ
ગયું.”
નોકરો તેને ઊંચકીને શયનખંડમાં લઈ ગયા.
અહંદુદત્તની પત્નીઓની ધારણા હતી જ કે એક દિવસ અચાનક આ રોગોથી ઘેરાઈ જવાના છે. તીવ્ર વેદનાથી પીડાવાના છે.'
સ્ત્રીઓ અહંદુદત્તની પાસે ના ગઈ. હવે આ બચશે નહીં. એની નિયતિ જ અપમૃત્યુની છે...
સ્વજનોને ખબર પડી. સહુ અહંદૂદત્તના શયનખંડમાં ભેગા થયાં. અહંદૂદત્તની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. તે બોલી શકતો ન હતો. સ્વજનોને એના પ્રત્યે જરાય સહાનુભૂતિ રહી ન હતી. સહુને એના પ્રત્યે ધૃણા થઈ ગઈ હતી. તેના કાકાએ તેને કહ્યું : “હવે તો તારે મરવું જ પડશે. અમે હવે વૈદ્યને બોલાવવા નહીં જઈએ.. હવે વૈદ્યને અમારું મોં બતાવવા લાયક અમે રહ્યા નથી. અને હવે એ વૈદ્ય આવે પણ નહીં. જેને એક પૈસાનો પણ સ્વાર્થ ના હોય, તે શા માટે તારા જેવા વિષયાસક્ત અને જુઠ્ઠા માણસ પાસે આવે?’
અદત્ત ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો, ખૂબ દીનતા કરવા લાગ્યો. સ્વજનોએ પરસ્પર પરામર્શ કર્યો. એક સ્વજને કહ્યું :
આને સાજો કરવા જેવો જ નથી. કેટલી બધી મુસીબતથી વૈદ્ય આને સારો કરે છે? છતાં આ મોહાંધને વૈદ્યની જાણે પડી જ નથી.”
બીજા સ્વજને કહ્યું : “તીવ્ર વેદનાથી તરફડે છે ત્યારે વૈદ્યને બધી વાતની હા હા શ્રી સમરાદિત્ય મહાકથા
૭
For Private And Personal Use Only